સાહિન મુલતાનીઃ-
ગૃહિણીઓ ની ફરીયાદ હોય છે કે તેલમાં તળાયા બાદ પણ પરાઠા કાચા રહે છે, અને નરમ થાય છે, પરાઠાનું લેયર ક્રિસ્પી બનતું નથી. ઘંઉના લોટના પરાઠાને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કંઈ રીતે બનાવી શકાય તેની ટિપ્સ જોઈશું.
સૌ પ્રથમ જ્યારે તમારા પરોઠા વણાઈ જાય છે એટલે તેને ભેગા ન કરો, એટલે કે રહેવા ન દો.
પરાઠા બની ગયા બાદ ડાયરેક્ટ તેને ગરમ તવીમાં નાખો ત્યાર બાદ માત્ર 20 થી 25 સેક્ન્ડમાં આ પરાઠાને ફેરવી દો.
હવે આ બાજુ પણ પરાઠાને 20 થી 25 સેકેન્ડ સુધી થવા દો, હવે જ્યારે પરાઠો થોડો શેકાય ગયો હોય એટલે તેમાં વવીથા વડે તેલની ઘાર કરો, અને ગેસને ઘીમી ફ્લેમ પર રાખી દો,આમ કરવાથી નીચેની સાઈડ પરાઠો ક્રિસ્પી થતો જશે.
હવે પરાઠાને પલટાવીને સેમ રીતે બીજી તરફ તળાવાદો, ગેસની ફ્લેમ ઘીમી જ રાખવી, આમ બન્ને સાઈડ ઓછા તેલમાં પરાઠા તળવાથી ક્પિસ્પી થાય છે.
પરાઠા તવીમાં નાખ્યા બાદ તરત તેલ એડ ન કરવું.પરાઠા નાખીને તેને બન્ને બાજુ શેકી એઘકચરા શેકી લેવા ત્યાર બાદ તેલનો ઉપયોગ કરવો.
ૃ