સાહિન મુલતાનીઃ-
આપણે રેસ્ટોન્ટમાં ઘણી વખત વેક્રિસ્પી ખાધુ જ હશે જો કે ઘરે પણ સેમ સ્વાદમાં આપણે બનાવી શકીએ છીએ ,પણ હા આ સામેટ સામગ્રી પણ વધુ જોઈએ છીે અને થોડો સમય ુણ જાય છે પણ આ વેજક્રિસ્પી સેમ રેસ્ટોરન્ટ જેવું જ બનશે તો ચાલો જોઈએ તેને ઘરે બનાવાની રીત
વેજક્રિસ્પીને તળવા માટેની સામગ્રી
- 1 નંગ – ફુલેવર ( ફૂલેવરને છૂટબ પાડીને નાના નાના ફૂલ છૂટા પાડીલો)
- 100 ગ્રામ – ફણસી ( એક ફણસીમાંથી 3 ટૂટકા કરી બધી ફણસી સમારીલો)
- 2 નંગ – ગાજર (એક સરખા ચોરસ ચૂકડા કરી લેવા)
- 2 નંગ – બટાકા ( છોલીને તેના લંબચોરસ ટૂકડા કરી લેવા)
- 2 નંગ – કેપ્સિકમ મરચા ( ચોરસ એક સરખા ટૂકડાઓ કરી લો)
- 2 નંગ – ડુંગળી ( મોટા ચોરસ ટૂકડા પાડી લેયર અલગ કરીલો)
- 10 નંગ – તીખા લીલા મરચા (એકમાંથી બે પીસ કટ કરીલો)
- તળવા માટે – જરુર પ્રમાણે તેલ
- 100 ગ્રામ – કોર્ન ફ્લોર
- 50 ગ્રામ – મેંદો
- ટેસ્ટ અનુસાર – મીઠું
- 2 ચમચી – ચીલી ફ્લેક્સ
- 2 ચમચી – આદુ લસણની પેસ્ટ
- થોડો – લાલા રંગ ફૂડનો
વેજ ક્રિસ્પીને તળવા માટેની રીત
સૌ પ્રથમ સમારેલા દરેક શાકભાજીને બે થી ત્રણ પાણી વડે બરાબર ઘોઈલો અવે એક મોટા બાઉલમાં દરેક શાકભાજી લઈલો
હવે શાકભાજી વાળા બાઉલમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચિલી ફ્લેક્સ, કોર્ન ફ્લોર .મેંદો ,આદુ અને લસણની પેસ્ટ એડ કરીને ફૂડ કલર પણ એડ કરીલો હવે તેમાં થોડુ પાણી એડ કરીલો પાણી એટલુ જ નાખો કે કોર્નફ્લોર અને મેંદો દરેક શાકભાજી પર બરાબર ચોંટી જાય.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દો, તેલ ગરમ થાય એટલે જે મેરિનેટ કરેલું શાક ભઆજીને તેને છૂટા છૂટા પીસમાં તેલમાં તળીલો,ધ્યાન રાખવું ઘીમા ગેસ પર તળવું જેથી શાકભાજી પાકી જાય અને બહારનું લેયર ક્રિસ્પી થાય. હવે આ રીતે બધુાજ શાકભાજી તળીને સાઈડમાં રાખી દો,
વેજ ક્રિસ્પીને વધારવાની સામગ્રી અને રીત
- 2 ચમચા – તેલ
- ચમચી – જીરું
- 3 ચમચી – રેડ ચીલી સોસ
- 2 ચમચી – ટોમેટો સોસ
- 1 ચમચી – સોયાસોસ
- 1 ચમચી – જીણું સમારેલપં લસણ
- 1 ચમચી – જીણું સમારેલું આદુ
- 1 ચમચી – જીણા સમારેલા લીલા મરચા
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- 1 કપ – 1 ચમચી કોર્નફ્લોર નાખીને બનાવેલું પાણી
- પા ચમચી – મરીનો પાવડર
- થોડા લીલા ઘાણા
હવે એક કઢાઈલો, તેમાં જીરું નાખીદો, જીરું લાલ થાય એઠલે તેમાં લસણ, આદુ અને મરચા પણ એડ કરીદો, ત્યાર બાદ તેમાં ચીલી ફ્લેક્સ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટામેટા સોસ એડ કરીને બરાબર મિક્સ કરીદો.હવે તેમાં મરીનો પાવજ નાયરીને 1 મિનિટ સુધી તેને સાંતળીલો
હવે આ સોસ વાળઈ ગ્રેવીમાં તળીને અગાઉ રાખેલા વેજક્રિસ્પી એડ કરીને બરાબર મિક્સ કરીદો, હવે તેમાં કોર્ન ફ્લોર વાળું એક કપ પાણી એડ કરીને 5 થી 6 મિનિટ ઘીમી ગેસની ફઅલેમ રાખઈને બરાબર ફેરવતા રહો તૈયાર છે રપેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વેજ ક્રિ,્પી ,હવે ઉપરછી લીલા ધાણા એડ કરીલો.