કિચન ટિપ્સઃ-શું તમારે શાકભાજી વગર જ પાઉંભાજી બનાવવી છે,તો જોઈલો આ ઈઝી ટ્રિક
- બટાકા અને કાંદામાંથી બનાવો પાંઉભાજી
- ખૂબ જ ટેસ્ટિ ને ઈઝી રીત બની પણ જશે
સામાન્ય રીતે પાઉંભાજી બનાવવા માટ આપણે લીલા વટાણા,કોબી ફ્લાવરનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે ક્યારેક તમને પાંઉભાજી ખાવાનું મન હોય અને શાકભાજી ન હોય ત્યારે શું કરશું, તો ચાલો જોઈએ માત્ર બટાકા કાંદા અને ટામેટામાંથી બનતી આ ટેસ્ટી ભાજી બનાવાની રીત
સામગ્રી
- 2 નંગ – બટાકા
- 2 નંગ – ટામેટા જીણ સમારેલા
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ- કેપ્સીકમ મરચું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 3 ચમચી – લાલ મરચું
- 3 ચમચી – જીણું સમારેલું લસણ
- 2 ચમચી – લીલા સમારેલા ઘણા
- જરુર પ્રમાણે – તેલ
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – પાઉંભાજીનો મસાલો
સૌ પ્પથમ બટાકાને છોલીને ઘોઈલો ત્યાર બાદ તેને જીણા જીણા સમારીલો, હવે એક કુકરમાં બટાકા લો તેમાં પાણી હરદળ ને મીઠું નાખઈને 3 થી 4 સૂટૂ વાગે ત્યા સુધી બાફીલો.હવે બટાકા બફાય ગયા બાદ તેને બરાબર ક્રશ કરીલો.
હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરુ અને કાંદા સાંતળી લો, હવે તેમાં લસણ અને કાંદા એડ કરીને બરાબર સાંતળવા દો ત્યાર બાદ તેમાં લાલ મરચું, મીઠું ,હરદળ જરુર પ્રમાણ નાખીને બરાબર સાંતળીલો
હવે ક્રશ કરેલા બટાકા આ ગ્રેવીમાં નાખથીને અડધો ગ્લાસ પાણી એડ કરીને બરાબર 10 મિનિટ સુધી કાળવાદો, ત્યાર બાદ તેમાં પાઉંભઆજી મસાલો એડ કરીને મિક્સ કરીલો હવે ગેસ બંધ કરીને તેમાં લીલા ઘાણા એડ કરો તૈય.ર છે બટાકની પાઉંભાજી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટિ હશે