કિચન ટિપ્સ – ચટાકેદાર લારી જેવી જ પાણીપુરીનો ટેસ્ટ ઘરે જોઈતો હોય તો આ ટેસ્ટી પાણી બનાવની જોઇલો રીત
સાહિન મુલ્તાની –
સામાન્ય રીતે પાણી પુરી એવી વસ્તુ છે કે જે સૌ કોઇની પ્રિય છે , ખાસ કરીને પાણી પુરીમાં સૌથી મહત્વની બાબત પાણી છે, બટચાકાનો મસાલો તો તમે એકલા બટાકા, વટાણા બટાકા કે ચણા બટાકામાંથછી બનાવી લેશો પણ જો પાણી જ સ્વાદિષ્ટ નહી હોય તો પાણીપુરીની મજા બગડી જાય છે, આજે એક મિક્સ પાણીની રેસિપી તમને જણાવી શું ,જે લોકોને તીખું પાણી પસંદ છે અને મીઠ્ઠુ પણ પસંદ છે તે લોકો માટે આ પાણી બેસ્ટ આપ્શન છે,જે એક જ પાણી માં બન્ને ટેસ્ટ માણી શકાશે. આ માટે તીખું અને મીઠું અલગ અલગ પાણી બનાવાની માથાકૂટ નહી થાય ્ને એક જ પાણીમાં બરાબર બન્ને ટેસ્ટ પણ મળશે,
સામગ્રી 1 લીટર પાણી બનાવા માટે
1 લીટર સાદુ પાણી
200 ગ્રામ – ગોળ
100 ગ્રામ – આમલી
1 ચમચી – જીરાનો પાવડર
1 ચમચી – સંચળ
50 ગ્રામ – લીલા મરચા
50 ગ્રામ – ફૂદીનો
100 ગ્રામ- લીલા ધાણાના પાન
અડઘી ચમચી – લીબુંનો રસ
સૌ પ્રથમ એક તપેલી લો તેમાં ગોળ લઈને તેમાં 500 ગ્રામ અટલે કે અડધો લીટર પાણી નાખીને આમલી નાખી દો, હવે આ મિશ્રણને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી ગેસ પર ગરમ કરીલો, હવે બરાબર આમલી અને ગોળ પીગળી જાય એટલે પાણીને ઠંડુ થવાદો ત્યાર બાદ તેમાં બ્લેન્ડર ફેરવીને ક્રશ કરીલો, હવે આ પાણીને એક કાણાવાળા વાસણમાં ગાળીલો અને તેમાં બીજુ એડધો લીટર પાણી એડ કરીદો.
હવે એક તપેલીમાં મરચા, ફૂદીનો અને ધાણાને બરાબર ઘોઈલો ત્યાર બાદ તેને એક મિક્સરની જાર લઈલો, હવે તેમાં સંચળ અને જીરું અને લીબુંના રસ એડ કરીને 2 થી 4 વખત એકદમ જીણી પેસ્ટ બને તે રીતે દળીલો,
હવે આ લીલા મરચા ઘણા વાળઈ દળેલી પેસ્ટ ગોળ આમલી વાળઆ પાણીમાં એડ કરીલો, ત્યાર બાદ તેમાં 4 ચમચી ભરીને જલજીરા અથવા તો પાણીપુરીનો મસાલો નાખીને તેમાં એક વખત બ્લેન્ડર ફેરવી લેવું
હવે આ પાણીને ફ્રીજમાં મૂકીને ઠંડુ થવાદો, તૈયાર છે તીખુ મીઠું મિક્સ ચટપટૂ પાણી જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હશે.
નોંધ – જો તમને તીખું વધુ પસંદ હોય તો તમે લીલા મરચા વધુ એડ કરી શકો છો.
જો તમને મીઠું વધુ પસંદ છે તો ગોળ વધુ માત્રામાં લઈ શકો છો.