કિચન ટિપ્સઃ જો તમારી કઠોળ ભરવાની બરણીઓ ચીકણી અને ગંદી થઈ ગઈ છે તો તેને સાફ કરવા માટે આપનાવો આ રસળ ટ્રિક
સાહિન મુલતાનીઃ-
- કિચનમાં વપરાતી બરણીઓને સાફ કરવા નવશેકા ગરમ પાણીનો કરો ઉપયોગ
- સોડા ખાર અને કપડા ઘોવાના પાવડરથી ચીકાશ થશે દૂર
સામાન્ય રીતે કિચનમાં રહેલી વસ્તુ ઘણી ચીકણી થતી હોય છે, ખાસ કરીને તેલનો વધાર કરતા હોઈએ ત્યારે તેલના છાંટા ઉડતા હોય છે જેને લઈને તેલની વરાળ સીઘી બરણીઓ પર જામ થતી હોય છે અને વળી બહારથી ઉડતી ઘૂળ તેના પર જામ થતી હોય છે ત્યારે જ્યારે પણ બરણીઓ ઘોવા કાઢીએ છે ત્યારે ખૂબ જ મહેનત લાગે છે, અને વળી જો તારના કૂચાનો ઉપયોગ કરીએ તો બરણી પરની ફ્લાવર પ્રિન્ટ નીકળી જતી હોય છે, ત્યારે આપણે આજે વાત કરીશું બરણી ને સરળ રીતે સાફ કરવાની ટ્રિકની.
બરણીઓ સાફ કરવા અપનાવો આ ટ્રિક
સૌ પ્રથમ દરેક બરણીઓન ઢાંકણને કાઢી નાખો, હવે એક મોટૂ પાણીનું ટબ લો, તેમાં ગરમ નવશેકુ પાણી લો,તેમાં શેમ્પૂ અથવા કપડા ઘોવાનો પાવડર અને બરણીના ઢાકણા પલાળી દો.
આજ રીતે બીજુ એક ટબ લઈને તેમાં પણ ગરમ પાણી નાખો, તેમાં કપડા ઘોવાનો પાવડર એડ કરીને સોડાખાર પાવડડ એચ કરો, આ પાણીને બરાબર મિક્સ કરીલો હને તેમાં દરેક બરણીઓને પલાળી દો.
હવે બરણીઓ અને ઢાંકણાઓ બન્ને પાણીમાં 1 કલાક સુધી પલાળી રાખો, ત્યાર બાદ તેને નાયલોનના સોફ્ટ કૂચા વડે હળવા હાથે ઘોઈલો, અને બરણીના ઢાંકણમાં જે નાની નાની લીટી ઓ, ફાળ હોય ત્યા દાંત ઘસવાના બ્રશ વડે સાફ કરીલો.તેનાથી ફાટકમાંથી ડસ્ટ પણ દૂર થશે અને ચીકાશ પણ દૂર થશે.
આમ કરવાથી બરણીના ઢાકણાઓ પરથી અને બરણીઓ પરથી ચીકાશ દૂર થઈ જશે.અને તેને ઘસવા માટેની મહેનત પણ ઓછી થશે.
બરણી નવશેકા પાણીમાં પલાળવી, નહી તો વધુ પાણી ગરમ હશે તો બરણીઓ ઓગળવાનો ભય રહેશે. આ સાથે જ તમે બરણીઓને ઘોવા માટે કોટનના મોટા કાપડનો પમ ઉપયોગ કરી શકો છો જેથી બરણી પરની પ્રિન્ટ જળવાઈ રહે .