- કૂકરમાંથી હવા નિકળે તો ઘંઉનો લોટ લગાવવો
- પ્લાસ્ટિકની કોથળીને ઢાંકણ પર કવર કરવાથી પણ રિંગ ફીટ થાય છે
દરેક ઘરની ગૃહિણીઓ રસોઈ ઘરમાં પોતાનો ખાસ્સો એવો સમય પસાર કરતી હોય છે,ભોજન બનાવાનું કાર્ય રસોઈ ઘરમાં કરતા કરતા તે દરેક કામમાં એક્સપર્ટ થઈ જાય છે, ઘણી વખત એવું બને છે કે આપણે કૂકરમાં શાક દાળ કે કઈ અન્ય વસ્તુ બનાવવા કે બાફવા મૂકી હોય અને અચાનક જ કૂકરમાંથી એર બહાર આવવા લાગે છે, આવી સ્થિતિમાં બરાબર ભોજન બનતું નથી અને તાત્કાલિક માર્કેટમાં જઈને આપણે કૂકરના ઢાકંણની રિંગ પણ નવી લાવી શકતા નથી, એર નિકળવાનું મુખ્ય કારણ હોઈ છે કે કૂકરની રિંગ ઢીલી થઈ ગઈ હોય અથવા તૂટવા આવી હોય ,ત્યારે આ સમયે અનેક ઘરની ગૃહિણીઓ અવનવા નુસ્ખાઓ કરીને ટાઈમ પરવારી કૂકરને ઠીકઠાક ચલાવી લે છે,
તો ચાલો જાણીએ કૂકરમાંથી જ્યારે બહાર હવા નિકળતી હોય ત્યારે તેને ઠીક કરવા માટે શું કરવું જોઈએ.કૂકરમાંથી બહાર નિકળતી હવાને રોકવા માટે ગૃહિણીઓ ખાસ કરીને બે નુસ્ખાઓ અજમાવતી હોય છે.
1 – જો કૂકરની રિંગ ઢીલી જઈ ગઈ હોય અને સીટી ન વાગતી હોય ત્યારે સૌ પ્રથમ એક પ્લાસ્ટિકની કોથળી (પોલિથીન બેગ) લેવી ત્યાર બાદ તેને કૂકરના ઢાંકણના સેપમાં કાપી લેવી, અને ત્યાર બાદ કોથળીના રાઉન્ડની વચો વચ્ચમાં સીટિ પોરવાઈ તે રીતનો નાનો હોલ પાળી લેવો, ત્યાર બાદ આ હોલમાં સિટી પુરવાય જાય તે રીતે કોછળીને ઢાંકણ પર કવર કરીને તેના પર રિંગ બેસાડી દો, આમ કરવાથી રિંગમાંથી નિકળતી હવા કોથળીના કારણે અટકી જશે અને કૂકરમાં બરાબર સિટી વાગવા લાગશે.
2 જો કબકરની રિંગ પાસેથી હવા બહાર આવતી હોય તો બીજો એક સરળ ઉપાય છે ઘંઉનો બાંઘેલો લોટ. જ્યાથી હવા નિકળતી હોય ત્યા ઘઉના લોટનો જાડો ગઠ્ઠો સ્પ્રેડ કરીને લગાવી લેવો આમ કરવાથી પણ કૂકરમાંથી હવા નિકળતી બંધ થઈ જશે.
3 જો કૂકરની રિંગ ઢીલી થઈ ગઈ હોય અને જો તમારે તેની તાત્કાલિક જરુર ન હોય તો આ રિંગને 4 થી 5 કલાક સુઘી ફ્રિજમાં બરફના ખાનામાં રાખી મૂકવી જડેથી રિંગ સંકોચાય જશે અને કૂકરમાંથી નિકળતી હવા નહી નિકળે