Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમારા બાળકો એપલ નથી ભાવતા  તો લંચ બોક્સમાં આપો આ કર્ડ-એપલ સલાડ

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સફરજન અનેક ગુણોથી ભરપુર હોય છે ખાસ કરીને એવા બાળકો જે પોષ્ટિક આહાર લેતા નથી તેઓજો દિવસમાં એક એપલ ખાીલે તોય ઘણું છે,પણ આજકાલના ઘણા બાળકો એપલ ખાવામાં સમજતા નથી આવી સ્થિતિમાં તમે તેને એપલ રાયતું બનાવીને ખવડાવી શકો છો જે હેલ્ધી પણ છે.

સામગ્રી

સૌ પ્રથમ સફરજનને છાલ કાઢીલો અને સફરજનના એકદમ નાના નાના ટૂકડાઓ સમારીલો .

હવે એક બાઉલમાં દહી લઈલો તેમાં દળેલી ખાંડ નાખીને તેને બરાબર ચમચી વડે મિક્સ કરીને એકરસ કરીદો

હવે આ દહીંમાં દાડમના દાણા, ચાટ મસાલો, જીરુ પાવડર, સંચળ એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે આ બાઉલમાં સમારેલા સફરજનના ટૂકડાઓ એડકરીને બરાબર મિક્સ કરી ફ્રીજમાં રાખીલો હવે આ સલાડ તમારા બાળકના લંચ બોક્સમાં ભરીદો

જો બાળકો સફરજન નહી ખાતા હોય તો આ સલાડ હોંશે હોંશે ખાતા થઈ જશે;