Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમારા બાળકોને સાદુ દૂઘ નથી ભાવતું તો હવે આ ખસખસ,બદામ અને નારિયેળનો પાવડર બનાવીને કરી લો સ્ટોર

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણા બાળકો હંમેશા દૂઘ પીવામાં આનાકાની કરતા હોય છએ જો કે આજે એક એવું હેલ્ઘી ડ્રિંક પાવડર બનાવાની રીત જોઈશું કે જેનાથી બાળકો દૂઘ તો હોંશે હોંશે પીશે જ પરંતુ સાથે સાથે આ પાવડર ગાયના દૂઘનો ઉપોયગ પણ થાય છે જે બાશળકોની આંખોને પણ તેજ કરે છે.સાથે જ ખસખસ હોવાથી તે બાળકના મગજને તેજ બનાવે છે.

સામગ્રી

સૌ પ્રથમ આખુ સુકુ નારિયેળ લો તેમાંથી એક ચોરસ ટૂકડો સરખી સાઈઝનો કાઢીને એક હોલ પાડી લો,

હવે જે હોલ પાડ્યો છે તેમાં ખસખસ અને બદામ એડ કરીદો .

ત્યાર બાદ હવે આ નારિયેળને હોલ પાડ્યો હતો તેજ કોપરાના ટૂકડાથી તેને પેક કરીલો

હવે એક મોટા વાસણમાં ગાયનું દૂઘ ગરમ કરવા રાખો દૂઘ ગરમ થાય એટલે આ આખુ નારિયેળ તેમાં નાખીને ગેસની ફઅલેમ ઘીરી કરીદો

આજ રીતે દૂધ અડઘુ થઈ જાય ત્યા સુઘી તેને ઉકાળતા રહો

જ્યારે દૂધ ઘટ્ટ થી જાય ત્યારે તેમાંથઈ નારિયેળ કાઢીલો

હવે આ નારિયેળમાંથી ખસ ખસ બદાનમે પણ એક પ્લેટમાં કાઢીલો અને સાથે નારિયેળને ચપ્પુ વડે નાના નાના ટૂકડા સમારીલો

હવે ખસખસ બદામ અને કોપરાને મિક્સમાં દળીને ત્યાર બાદ સાકર પણ અલગથી દળીને તેમાં મિક્સ કરીલો

હવે આ મિશ્રણને એક એર ટાઈટ બોટલમાં ભરીલો હવે જ્યારે પણ બાળકોને દૂઘ પીવાનું હોય ત્યારે એક ગ્લાસ દૂઘમાં 1 ચમચી આ પાવડર મિક્સ કરીને પીવડાવો

અને હા જે ગાયનું દૂઘ ઉકળીને ઘટ્ટ થઈ ગયું તેમાંથી તમે બરફી બનાવી શકો છો.