કિચન ટિપ્સઃ- જો તમારા બાળકોને ટામેટા નથી ભાવતા તો હવે આ રીતે બનાવો ટામેટાનું બર્ગર, બાળકો હોંશે હોંશે ખાશે
સાહિન મુલતાનીઃ-
આમ તો ટામેટા સૌ કોઈને ભઆવે છે પરંતુ ઘણા બાળકો ટામેટા ખાવામાં નખરા કરે છે તેઓને ટામેટા ન ભાવતા હોવાથી તે ખાતા નથી પણ આજે માત્રે ટામેટામાંથી બનતા બર્ગર બનાવાની વાત કરીશું જે બાળકો હોંશે હોંશે ખાશે પણ ખરા અને મોટાઓને પણ આ બર્ગર ખાવાની મજા પડી જશે,તો ચાલો જોઈએ આ ટામેટા બર્ગર કઈ રીતે બને છે.
સામગ્રી
- 3 બર્ગર બનાવવા માટે
- 3 નંગ ટામેટા
- 3 ચમચી ચીઝ
- જરુર પ્રમાણે ઓરેગાનો
- જરુર પ્રમાણે લીચી ફ્લેક્શ
- 2 નંગ બાફેલા બટાકાની સ્લાઈસ
- 2 ચમચી ટામેટા કેચઅપ
- 2 ચમચી પિત્ઝા સોસ
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 નંગ ડુંગળી – ગોળ સ્લાઈસ સમારેલી
- થોડા કોબીના પત્તા નાના ટૂકડા સમારેલા
બનાવાની રીતઃ-
સૌ પ્રથમ ટામેટાનું ડિચુ કાઢીલો હવે ટામેટાને બે ફાડા કરીલો, ઊભા ફાટા કરવા ત્યાર બાદ એક તવીમાં થોડું તેલ નાખીને ટામેટાને અંદરની સાઈટથી થોડુ સાંતળી લેવું
હવે બટાકાની પણ આડી સાઈઝમાં સ્લાઈસ કટ કરી લેવી
હવે એક ટામેટાના ભાગ ટામેટા કેચઅપ અને પિત્ઝા સોસ લગાવો
ત્યાર બાદ તેના પર બટાકાની 2 સ્લાઈસ ટામેટાની જેમ જ આડા શેપમાં ગોઠવી દો
હવે આ બટાકા પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્વાદ પ્રમાણે ભભરાવી દો સાથએ થોડુ મીઠું પણ ભભરાવો
હવે તેના પર ડુંગળીની સ્લાઈસ ગોઠવી દો અને સાથે કોબીના પત્તા પણ લગાવી દો
હવે તેના ચિઝ સ્પ્રેડ કરીદો ત્યાર બાદ તેના પર બીજો ટામેટાનો ભાગ ગોઠવી લો હવે એક ટૂથકિપ વડે ટામેટાને જોઈન્ટ કરીદો ત્યાર બાદ કઢાઈમાં પિત્ઝાની જેમ ટામેટાને 2 મિનિટ શેકીલો
તૈયાર છે તમારું ટામેટા બર્ગર જે ખાવામાં સ્વાદિષ્ટ હશે અને બનાવવામાં પણ ઈઝી હશે.