Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમારા બાળકોને પનીર ખૂબ પસંદ હોય તો હવે ચિલી પનીર બનાવા માટે જોઈલો આ તદ્દન ઈઝી રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

શિયાળાની સિઝન ચાલું થઈ ચૂકી છે આ સિઝનમાં સૌ કોઈને ગરમા ગરમ ખાવાનું મન થાય છે. આજે આપણે નાસ્તામાં પનીર ચીલી ડ્રાય બનાવાની રીત જોઈશું

પનીર બનાવાની સામગ્રી

એક મોટા વાસણમાં પનીરના ટૂકડાઓ લો, તેમાં આદુલસણની પેસ્ટ, મીઠું, ફૂડ કલર, મેંદો અને કોર્ન ફ્લોર તથા મરીનો પાવડર એડ કરીદો અને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરીદો, પનીર ઉપર કોટીન થાય લોટની તે રીતે મેરિનેટ કરવું, હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક પનીરના ટૂકડા પર લોટનું પડ ચોંટે એ રીતે ટૂકડાને બ્રાઉન થાય તે રીતે તળીલો.

પનીર ચીલી ડ્રાય બનાવા માટે સામગ્રી

સો પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું તથા ડુંગળીના ટૂકડા અને કેપ્સિકમ મરચાના ટૂકડાઓ નાખીદો અને સાતંળીલોહવે તેમાં 30 સેક્ન્ડ બાદ તરત જ આદુ ,લસણ ,લીલા મરચા એડ કરીને 1 મિનિટ સાંતળી લો

ત્યાર બાદ હવે તેમાં મીઠું. આજીનો મોટો, મરીનો પાવડર, નાખીદો અને તળેલું પનીર એક કરીને 1 મિનિટ સુધી ફેરવીદો અને સાતંળી લો

હવે તેમાં ટામેટા કેચઅપ, ચીલી સોસ,સોયાયોસ એડ કરીને ફરી 2 મિનિટ ઘીમા ગેસ પર પનીર ચિલીને થવા દો,

હવે અડધો કપ પાણીમાં 1 ચમચી કોર્ન ફઅોલર મિક્ કરીને આ પાણી પનીર ચીલીમાં નાખીદો, ત્યાર બાદ ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી ફરી એક વખત પકાવી લો હવે ગાર્નિશ માટે લીલા ઘાણા એડ કરીલો તૈયાર છે તમારી પનીર ચીડી ડ્રાય