કિચન ટિપ્સઃ જો તમારા કિચનના મહોતા ખૂબ જ ચિકણા અને મેલા થઈ ગયા હોય તો વોશ કરવા માટે અપનાવો આ ટિપ્સ
સાહિન મુલતાની-
- મહોતાને હંમેશા ગરમ પાણઈમાં પલાળ્યા બાદ વોશ કરો
- ગરમ પાણીમાં સોડાખાર નાખી મહોતા વોશ કરવાથી ચીકાશ દૂર થાય છે
સવારથી લઈને સાંજ સુધી મહિલાઓ કિચનમાં કામ કરે છે, આ દરમિયાન હાથ સાફ કરવા માટે કે કિચનનું પ્લેટફોર્મ સાફ કરવા માટે તેઓ કપડાના ટૂકડાઓનો ઉપયોગ કરતી હોય છે, જેને સામાન્ય રીતે આપણે ‘મહોતા’ તરીકે ઓળખીયે છીએ, આ મહોતા દિવસ દરમિયાન કેટકેટલીય ચીકાશ સાફ કરે છે, કેટકેટલાય મસાલાઓની ગંદકી સાફ કરે છે, અને સાંજ પડતા તો આ મહોતાના કપડાનો કલર બદલાઈ જતો હોય છે, અને પછી સ્ત્રીઓ માટે મોટી સમસ્યા સર્યા છે તેને ઘોવાની
મહોતામાં તેલની ચિકાશથી લઈને અનેક પ્રકારની ગંદકીના કારણે આ મહોતા વોશ કરવામાં ઘણો સમય લાગે છે, અને મશીનમાં આપણા કપડા સાથે તેને વોશ નથી કરી શકતા છેવટે તેને હાથથી વોશ કરવા પડે છે અને સારો એવો ટાઈમ લઈલે છે, ત્યારે આજે આપણે એવી કેટલીક ટિપ્સ જોઈશું કે જેના થકી આ મહોતા સરળતાથી વોશ કરી શકીશું
ટિપ્સ 1 – સૌ પ્રથમ એક મોટા વાસમમાં ગરમ પાણી કરવા રાખો, પાણી બરાબર ઉકળે એટલે તેમાં આ બધા મહોતા નાખઈને 5 મિનિટ સુધી વાસણ ગેસ પર જ રહેવાદો, આમ કરવાથી મહોતાની ચીકાશ દૂર થઈ જશે. ત્યાર બાદ તેને વોશ કરીલો.
ટિપ્સ 2 – ગરમ પાણી કરીને તેના કપડા ધોવાનો પાવડર એડ કરી મહોતાને એંદર જ ગરમ થવા દો, 10 મિનિટ બાદ ગેસ બંધ કરીને પાણઈ બદલી ફરી બીજા પાણઈમાં મહોતચાને ગરમ કરો. બસ 3 વખત આ ક્રિયા કરવાથી તમારા મહોતા સાફ થી જશે અને તેને અલગથી વોશ પણ નહી કરવા પડે.
ટિપ્સ -3 ગરમ પાણી કરીને તેના મહોતા પલાળી દો, આ ગરમ પાણીમાં 2 ચમચી સોડાખાર નાખો ત્યાર બાદ 10 મિનિટ પછી મહોતાને કાઢીને ઘોઈલો, આમ કરવાથી મહોતા ધોવામાં સરળતા રહેશે.
ટિપ્સ -4 ગરમ પાણીમાં શેમ્પૂ નાખીને તમાં પલાળીદો ત્યાર બાદ 10 મિનિટ બાદ તેને હાતથી વોશકરી લેવા , આમ કરવાથઈ મહોતાની ગંદી સ્મેલ પણ દૂર થશે અને મહોતા ચોખ્ખા થી જશે