કિચન ટિપ્સઃ દિવાળી પર બાળકો માટે નાસ્તો બનાવો છે તો જોઈલો આ બટાકા અને લોટની મીઠી પુરી બનાવાની રીત
સાહિન મુલતાની-
દિવાળી પર આપણે એવનવો નાસ્તો બનાવીએ છીએ અને માર્ટેક માંથી લાવતા પણ છે પણ આજે કંઈક અગલ સ્વિટ પુરી કે જે બાળકોને ભાવશે તેને બનાવાની રીત જોઈશું
સામગ્રી
- 300 ગ્રામ મેંદો
- 100 ગ્રામ રવો
- 500 ગ્રામ ખાંડ
- 1 કપ ખાટ્ટુ દહીં
- 2 ચપટી ખાવાનો સોડ
- તળવા માટે ઘી અથવા તેલ
સૌ પ્રથમ ખાંડમાં ખાંડ જેટલું સરખુ પાણી લઈને ઘટ્ટ ચાસણી તૈયાર કરીલો
હવે રવો અને મેંદાને એક બાઉલમાં લઈલો તેમાં સોડા ખાર એડકરી દો અને દહીં એડ કરીદો હવે તેનો રોટલીની કણકની જેમ લોટ તૈયાર કરીલો
હવે આ લોટમાંથી એક મોટી જાડી પુરી તૈયાર કરીલો હવે એક ડબ્બીના ઢાકણ વડે નાની નાની સાઈઝનુ પુરી કટ કરીલો
હવે એક કઢાઈ ગરમ કરવા રાખો તેમાં તેલ કે ઘી ગરમ કરો
હવે ઘી કે તેલ ગરમ થાય એટલે તેમાં આ પુરી નાખીનૈ તળીલો
હવે આ પુરીને ખાંડની ચાસણીમાં ડબોળીને કાઢીલો તૈયાર છે સ્વિટ ખટ મીઠી પુરી