કિચન ટિપ્સઃ- ગરમીમાં ઠંટક આપશે આ તકમરીયા વાળું ઈન્સ્ટન્ટ રોઝ મિલ્કશેક
- ગરમીમાં રાહત આપે છે રોઝ મિલ્ક
- ખૂબ જ ઈઝી રીતે બની જાય છે
હવે ગરમીમાં સૌ કોઈને ઠંડું પીવાનું મન થાય છે. આમન તો આપણે તૈયાર આઈસક્રીમથી લઈને ઘણા ઠંડા પીણા બહારથી લાવતા હોઈએ છીએ, જો કે બને ત્યા સુધી દૂધના ઘરે બનાવેલા કોલ્ડ ડ્રિંક તમને નુકશાન નહી કરે અને ઈન્સ્ટન્ટ બની પણ જાય છે, તો ચાલો જોઈએ રોઝ મિલ્ક બનાવાની એકદમ ઈઝી રીત
સામગ્રી
500 ગ્રામ – દૂધ
- 1 કપ – ખાંડ
- 5 થી 6 – આઈસ ક્યૂબ
- 2 ચમચી – રોઝ સિરપ, અથવા રુઅફ્ઝા
- 2 ચમચી – મલાઈ
- 2 ચમચી – તકમરિયા
સૌ પ્રથમ 1 કલાક પહેલા તકમરિયાને એક કપ પાણઈમાં પલાળી દો
હવે એક તપેલીમાં ઠંડૂ દૂધ લઈલો, તેમાં ખાંડ, રોઝ સિરપ એડ કરીને બરાબર બ્લેન્ડર વડે 2 થી 3 મિનિટ મિક્સ કરતા રહો
હવે તેમાં મલાઈ અને આઈસ ક્યૂબ એડ કરીને ફરી એક વખત બ્લેન્ડર ફેરવી લો
હવે ગ્લાસમાં નીચે તકમરિયા ચમચી વડે નાખીદો અને તગ્લાસમાં ઉપરથી આ મિલ્ક રોઝ એડ કરીદો, તૈયાર છે ઠંડુ મિલ્ક રોઝ બનાવવામાં તદ્નન સરળ અને પેટમાં પમ આપશે ઠંડક