Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ બનાવો બાળકો માટે ભીંડા ફ્રેંચ ફ્રાઈસ, જાણીલો રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આપણે બટાકાની ફ્રેંચ ફ્રાઈસ ખાતા હોઈએ છીએ જે સૌ કોઈની પ્રિય હોય છે જો કે આજ રીતે તમે ઘરે જ ભીંડાની ફ્રાઈસ પણ ટ્રાય કરી શકો છો. જે લોકોને બટાકા પસંદ નથી તેઓ આ ફ્રાઈસ ખાઈ શકે છે, આ ફ્રાઈસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે,તો ચાલો જોઈએ ભીંડાની ફ્રાઈસ બનાવાની સૌથી સરળ રીત

સામગ્રી 

સૌ પ્રથમ ભીંડાને સાફ કરીને તેના ડિટીયા તાળોલો,હવે ભીંડાને ઊભા સમારીને એક ભીંડામાંથી 4 ચીરી પાડીલો, ત્યાર બાદ ભીંડામાં જે વધારાના ભીયા બહાર આવી ગયા હોય તે કાઢીલો,

હવે એક મોટી પ્લેટમાં આ ભીંડાની ચિપ્સ લો, તેમાં મરચાનો પાવડર, મીઠું,કોર્નફ્લોર અને બેસન નાખીને બરાબર હાથ વડેથી મિક્સ કરીલો, ભીંડામાં રહેલી ચીકાશ કોર્નફ્લોરના કારણે દૂર થશે અને ભીંડા બટાકાની ફ્રાઈસ જેવા કોરો થઈ જશષે,

હવે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ બરાબર થી જાય એટલે ભીંડાની ચિપ્સને આ તેલમાં નાથીદો, અને 3 થી 4 મિનિટ સુધી થવાદો, આ દરમિયાન 3 થી 4 વખત ફ્રાઈસને તેલમાં બરાબર ફેરવવાની રહેશે,જેથી એક બાજૂ બળઈ ન જાય

હવે તમને લાગે કે ભીંડાની ફ્રાઈસ એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થઈ ચૂકી છે,તો તેને ટિસ્યુ પેપર પર કાઢીલો, અને ઉપરથી મેગી મસાલો ભભરાવી દો તૈયાર છે ભીંડાની ફ્રાઈસ.

જો તમને વધુ સ્પાઈસી અને ટેસી ફ્રાઈસ ભાવતી હોય તો તમે ભીંડામાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો.