Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ખાટ્ટા મીઠા મુખવાસના આમળા ભાવે છે? તો જોઈલો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ આમળા

Social Share

સાહિનમ મુલતાનીઃ-

ખાટ્ટા મીઠ્ઠા આમળા આપણે સૌ કોઈ ખાતા હોઈએ છે માર્કેટમાં તે  100 રુપિયાથી લઈને 120ના 250 ગ્રામ મળતા હોય છે , ખાસ કરીને ખાધા બાદ આ આમળાનું સેવન પાચન ક્રિયાને મજબૂત બનાછે, સાથે જ ચ્રાવેલિંગમાં આ પ્રકારના આમળા ઉબકા અને વોમિટની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે,ત્યારે હવે શિયાળામાં આમળાની સિઝન હોય છે તો ચાલો જાણીએ કેવી રીતે બને છે આ આમળા

 સામગ્રી

આમળા બનાવાની રીત

 સૌ પ્રથમ આમળાને ઈડલીના કુકરમાં સ્ટિમ પર બાફીલો ઈડલી મૂકીએ તે બોસ્કમાં આમળા મૂકીને વરાળ પર 7 થી 8 મિનિટ બાફો

હવે આમળામાંથી થળીયા કાઢઈલો અને આમળાને સાઈડમાં રાખો

 હવે એક કઢાઈમાં ગોળ લો તેને 1 મિનિટ માત્રે ઓગળે ત્યા સુધી ગરમ કરો 

 હવે આ ગોળવાળી કઢાઈમાં આમળા નાખીને મિક્સ કરીલો

 હવે આ આમળાને કાણા વાળા પહોળા વાસણમાં કાઢીલો અને તડકામાં 4 થી 5 દિવસ સુધી સુકાવા દો.

 હવે આમળા સુકાઈ જાય એટલે તેમાં જીરું પાવડર, મરી ,મીઠું અને સંચળ નાખીને બરાબર મિક્સ કરીદો ત્યાર બાદ એક એર ટાઈટ બરણીમાં આમળા ભરી દો તૈયાર છે તમારા ખાટ્ટા મીઠ્ઠા આમળાનો મુખવાસ