સાહિન મુલતાનીઃ-
બટાકા એવી વસ્તુ છે કે જમાંથી હજારો વાનગીઓ બનાવી શકાય છે,શાકથી લઈને અવનવા નાસ્તાઓ બટાકામાંથી બને છે પણ આજે એક મેક્સિકન સ્ટાઈલમાં ચિઝ પોટેટોની સબજી બનાવાની ઈઝી રીત જોઈશું, જો ક્યારેક અચાનક મહેમાન આવ્યા હોય તો તમે આ શાક બનાવી શકો છો,તો ચાલો જોઈએ આ ચિઝી પોટેટો ગ્રેવી બનાવાની રીત
સામગ્રી
- 500 ગ્રામ – બટાકા
- 100 ગ્રામ – ચિઝ
- 1 કપ – દૂધ
- અડધી ચમચી – મરીનો પાવડર
- 1 ચમચી – ચીલી ફ્લેક્શ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – ઓરેગાનો
- 4 નંગ – લીલા મરચા જીણા સમારેલા
- 3 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુસૌ પ્રથમ બટાકાને બાફીલો ત્યાર બાદ તેના એક સરખા ચોરસ નાના નાના ટૂકડાઓ કરીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો તેમાં જીરુ લાલ કરી દો અને મરીનો પાવડર એડ કરી દો. હવે તેમાં લીલા મરચા એડ કરીને બરાબર સાતંળી લો.
ત્યાર બાદ તેમાં બટાકા, મીઠું, ચીલી ફ્લેક્શ એડ કરીને 2 મિનિટ ઘીમો ગેસ કરીને થવાદો
હવે બટાકામાં દૂધ એડ કરીને બરાબર 5 મિનિટ ફેરવતા રહો ત્યાર બાદ તેમાં ચિઝ છિઈણીને ચીઝને ઓગળવા દો તૈયાર છે તમારું ચિઝ પોટેટો ગ્રેવી