કિચન ટિપ્સ- ક્સ્ટર્ડ, કોર્નફ્લોર,રોઝ અને દૂધના મિશ્રણથી બનાવો આ બદામ ડ્રિંક, પેટને આપે છે ઠંડક
સાહિન મુલતાની-
ઉનાળાની શરુાત થી ચૂકી છે, ત્યારે સો કોઈને ઠંડુ પીવાનું મન થાય, જો કે બહાર મળતા ઠંડા પીણા રોજેરોજ પીવાથી શરીને નુકશાન થાય છે, જો એના બદલામનાં તમે ઘરે બનાવેલા દૂધના પીણા પીશો તો તે તમને ઠંડક તો આપશે જ સાથે હેલ્થને નુકશાન પણ નહી કરે.
આજે બનાવીશું દૂધ, બદામ ,રોઝમાંથી બનતું કસ્ટર્ડ ડ્રિંક જે હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ મજેદાર છે.અને ઈઝી રીતે બેઝિક સામગ્રીમાંથી બનીને તૈયાર પણ થઈ જાય છે.
સામગ્રી
- 4 ગ્લાસ બદામ ડ્રિંક બનાવા માટેની
- 1 લીટર – દૂધ
- 4 ચમચી – મલાઈ
- 50 ગ્રામ બદામ – જીણી સમારીલેવી
- 2 ચમચી – કસ્ટર્ડ પાવડર
- 1 ચમચી – કોર્ન ફલોર
- 2 કપ- ખાંડ
- 2 ચમચી – રુફ્ઝા સીરપ
- 20 થી 35 જેટલા લાલ ગુલાબના પાન
સૌ પ્રથમ એક તપેલીમાં બધુ દૂધ લઈલો, હવે તેમાં કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ પાવડર તથા ખાંડ એડ કરીદો, હવે તેને ચમચી વડે બરાબર મિક્સ કરીલો, કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ પાવડરને ઓગાળીદો
હવે આ તપેલીને ગેસની ફ્લેમ ઘીમી રાખી ગેસ પર ગરમ થવા રાખીદો, હવે આ તપેલીના ડ્રિંકને ચમચા વડે સતત ફેરવતા રહેવું જેથી ગાઠા ન પડે ,5 થી 8 મિનિટ ગરમ થયા બાદ ડ્રિંક ઘટ્ટ થવા લાગશે એટલે ગેસને બંધ કરી દો.
હવે આ મિશ્રણને ઠંડુ પડવાદો, કલકા સુધી ઠંડુ પડી ગયા બાદ એક એક મિક્સરની જાર લો તેમાં આ ડ્રીંક નાખો, હવે તેમાં રુઅફ્ઝાનું સિરપ એડ કરો અને બરફના 4 થી 5 ટૂકડા એડ કરો અને મિક્સ કરીદો, બરાબર મિક્સ કરીલો, આ રીતે બધુ જ ડ્રિંક બરફ અને રોઝ સિપર વડી મિક્સ કરી એક મોટી તપેલીમાં લઈલો,
હવે આ ડ્રિંક કાંચના ગ્લાસમાં લો, તેમાં જીણી સમારેલી બદામ થોડી એડ કરો અને ગુલાબના પાન એક ગ્લાસમાં 5 થી 6 નંગ એડ કરો હવે તમે આ ડ્રિંકને પી શકો છો,