કિચન ટિપ્સઃ- તમારા સવારના નાસ્તામાં બનાવો ગોળ વાળી મીઠી પુરી, ખૂબ જ ઝડપથી બની પણ જશે
- નાસ્તામાં બનાવો ગોળની પુરી
- સ્વાદિષ્ટ અને નાસ્તાની મજા કરશે બમણી
સામાન્ય રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ગોળ ખવાતો આવ્યો છે એમા પણ ગુજરાતીઓ ગોળનો ભરપુર ઉપયોગ કરે છે, દાળથી લઈને ઘણા શાકમાં પણ ગોળ નાખતા હોય છે, તો આજે ગોળ અને ઘઉંના લોટના મીઠા થેપલા બનાવાની ઈઝી રીત જોઈશું, જે બેઝિક સામગ્રીમાંથી તૈયાર થઈ જશે અને ઝટપટ બની પણ જશે.
સામગ્રી
- 500 ગ્રામ – ઘંઉનો લોટ
- 200 ગ્રામ -ગોળ
- 2 ચમચી – તલ
- 2 ચમચી – તેલ મોળ માટે
- જરુર પ્રમાણે તેલ – તળવા માટે
-સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 1 નાનો ગ્લાસ પાણી લો, તેમાં ગોળ નાખીને બરાબર ગોળને ઓગાળી લો, હવે આ પાણીને ગરણી વડે ગાળઈ લો,
-હવે એક વાસણમાં ઘઉનો લોટ લો તેમાં તલ નાખો 2 ચમચી તેલનું મોળ એડ કરીને બરાબર લોટને મિક્સ કરીલો
-હવે આ લોટમાં ગોળ વાળું પાણી ઘીમે ઘીમે ઉમેરતા જાવ અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લો,
-હવે એક કઢઆઈમાં ગેસ પર તેલ ગરમ થવા રાખી દો ત્યા સુધીમાં બાંધેલા લોટમાંથી પુરીથી મોટી સાઈઝના થોડા જાડા થેપલા વેલણ વડે વણીને તૈયાર કરીલો.
-હવે તેલ ગરમ થી ગયું હશે તેમાં પુરીની જેમ આ થેપલાને બન્ને તરફ બરાબર તળીલો.
તૈયાર છે તમારા ગોળ વાળા મીઠા સ્વાદિષ્ટ થેપલા