Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- માત્ર બેઝિક સામગ્રીથી બનાવો આલૂ મટર ટિક્કી

Social Share

શિયાળામાં ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા ખૂબ ાવે છે, સાંજ પડતાની સાથે હળવી હળવી ભૂખનો અહેસાસ થાય છે અને ત્યારે ઝડપી અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બની જાય તેવા નાસ્તાની યાદ આવે છે, તો ચાલો જોઈએ બેઝિક સામગ્રીમાંથી બનતી આલૂ મટર ટિક્કી,જે ટેસ્ટી હોવાની સાથે વિધાઉટ ઓઈલી હશે,

સામગ્રી

250 ગ્રામ – વટાણા ( અધકચરા મિક્સરમાં ક્રસ કરીલો )
500 ગ્રામ – બટાકા ( બાફીને કોરોના કરી ક્રશ કરીલો)
4 ચમચી – લીલા મચરા આદુની વાટેલી પેસ્ટ
1 ચમચી – ચીલી ફ્લેક્શ
1 ચમચી – ઓરેગાનો
સ્વાદ પ્રમાણે મીઠું
અડધો કપ – લીલા ઘણા
સ્વાદ પ્રમાણે – હરદળ
બ્રેડની સ્લાઈસ – 8 નંગ ( મિક્સરમાં ક્રશ કરી લેવી)

સૌ પ્રથમ એક મોટૂ વાસણ લો, તેમાં ક્રશ કરેલા વટાણા અને બટાકાને બરાબર મિક્સ કરીલો

હવે આ મિશ્રણમાં આદુ મરચાની પેસ્ટ, હરદળ, મીઠૂં,લીલા ઘાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બ્રેડનો ભૂખો એડ કરીને બકાબર હાથ વડે મિક્સ કરીલો,

હવે આ મિશ્રણ બ્રેડનો ભૂખો આવવાથઈ કડક બની જશે, હવે આ મિશ્રણમાંથી એક સરખી ટીક્કી તૈયાર કરીલો
હવે એક નોનસ્ટિક તવીમાં થોડૂ થોડૂ તેલનાખથીને એક સાથે 4 થી 5 ટિક્કીને બન્ને સાઈડ બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.

તૈયાર છે તમારી ગરમા ગરમ આલુ મટર ટિક્કી,જે ખાવામાં હેલ્ધી હશે અને ટેસ્ટિ પણ

આ ટિક્કીને તમે ટામેટા સોશ અને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, જો તમને માયોનિઝ પસંદ હોય તો તેનું ડિપ બનાવીને ટ્રાય કરી શકો છો.