કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો આમળાની ખાટ્ટી અને તીખી આ ચટણી, જે રોટલી અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો
સાહિન મુલતાનીઃ-
- આમળા- 250 ગ્રામ
- 4 નંગ – લીલા મરચા
- 100 ગ્રામ – લીલા ઘાણા
- 1 ચમચી – જીરું
- 1 ચમચી – રાય
- 2 ચમચી – તેલ
સૌ પ્રથમ આમળાને બાફીલો અને તેના થળીયા અલગ કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાય ફોડીલો અને જીરું લાલ કરીદો હવે ગેસ બંધ કરીને ઠંડુ થવાદો
હવે કઢાઈમાં બાફેલા આમળા , સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા મરચા નાખઈને બરાબર મિક્સ કરીદો, હવે ફરી ગેસ ચાલું કરીને 2 મિનિટ સુધી બરાબર મિકસ કરીદો
હવે ગેસ બંધ કરીને તેમાં જીણા સમારેલા લીલા ઘાણા એડ કરીદો તૈયાર છે આમળાની ખાટ્ટી તીખી ચટણી ,તમે સ્વાદ પ્રમાણે મરચા વધઘટ કરી શકો છો.