કિચન ટિપ્સઃ- ભૂખ લાગે ત્યારે ઈન્સ્ટન્સ બનાવો આ ટામેટા હોટપોટ ચટણી, બ્રેડ અને રોટી-ખિચડી સાથે કરો સર્વ
સાહિન મુલતાનીઃ-
ઘણી વખત ઘરમાં શાકભાજી ન હોય અથવા તો કંઈક ચટપટૂ અને ટેસ્ટિ ખાવાનું મન થાય ત્યારે ટામેટાની ચટણી બનાવી શકો છો, ટામેટાની એવી ટેસ્ટિ ચટણી બને છે કે જેને ખાતા તમે આગંળી ચાટતા થઈ જશો, બસ એના માટે તમારે આ રીત જોવી પડશે, ખાસ કરીને ચોમાસામાં આ ચટણીની મજા બમણી થઈ જતી હોય છે જેને બ્રેડ રોટી કે ખિચડી સાથે ખાય શકાય છે.
સામગ્રી
- 500 ગ્રામ – ટામેટા
- 2 નંગ – ડુંગળી
- 4 નંગ – લીલા મરચા
- 100 ગ્રામ – લીલા ધાણા
- 50 ગ્રામ – લસણ સુકુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- સ્વાદ મુજબ – હળદર
- 1 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – રાય
- 1 ચમચી- જીરુ
- 3 ચમચી – તેલ
ચટણી બનાવાની રીત-
- સૌ પ્રથમ ટામેટાને વચમાં કટ પાડીને ગેસ પર શેકીલો, ત્યા સુધી ટામેટા શેકવા જ્યા સુધી તેની છાલ સરળતાથી નીકળી ન જાય
- હવે એક ચીલી કટર લો, તેમાં ટામેટા, લસણ,લીલા મરચા અને ધાણાને ક્રશ કરી લો
- હવે એક કઢાીલો તેમાં તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે તેમાં રાય ફોડી લો, અને જીરું લાલ કરી લો, હવે તેમાં ડુંગળી પણ સાંતળી લો,
- ડુંંગળી સંતળાય ગયા બાદ તેમાં ટામેટા-ઘાણા-મરચા ક્રશ કરેલા એડ કરીને તેમાં મીઠું,હરદળ અને લાલ મરચું એડ કરીલો
- હવે 20થી 15 નિમિટ સુધી ગેસની ફ્લેમ ઘીરી કરીને આ ચટણીને બરાબર સાંતળી લો, હવે તમે તેને બ્રેડ સાથે, રોટલી સાથે કે રાટલા સાથે અથવા તો ખીચડી સાથે ખાી શકો છો,
- આ ચટણીને તમે ડબ્બામાં ભરીને ફ્રિજમાં 5 થી 6 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.