- બેસનના ખીરાને થોડૂ ઘાટ્ટુ રાખો
- સોડાખાર ગરમ પાણીમાં મિક્સ સકરીને નાખો
બટાકા વડા એવી વાનગી છે કે જે નાનાથી લઈને મોટા સોની પ્રિય છે, જો કે કેટલીક ગૃહિણીઓને એક ફરિયાદ સતાવે છે કે બહાર મળતા બટાકા વડાનું લેયર ખૂબ જ જાડુ હોય છે છત્તા પણ સોફ્ટ કઈ રીતે હોય છે, જ્યારે ઘરે બટાકા વડા બનાવીએ છે તો તે શક્ય બનતું નથી, તો ચાલો આજે આ ગૃહિણીઓની ફરીયાદને દૂર કરી દઈએ ,અને જોઈએ કે બેસનનું ખીરું કંઈ રીતે બનાવવાથી બટાકા વડાનું લેય જાડુ અને સોફ્ટ બને છે.
સૌ પ્રથમ એક બાઉનમાં બેસન લો, તેમાં જરુર પ્રમાણે પાણી એડ કરીને બરાબર મિક્સ કરો, ધ્યાન રાખવું કે ગઠ્ઠા ન પડે, અને હવે એક ચમચી ગરમ પાણીમાં 2 ચપટી સોડા ખાર (ભજીયાખારો) મિક્સ કરીને ચમચી વજે એક જ સાઈડ બરાબર 1 થી 3 મિનિટ ફેરવકતા રહો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરો અને જો તીખાશ જોઈતી હોય તો લીલા મરચા-આદુ અને લસણની પેસ્ટ એડ કરો, ખાસ ઘ્યાન રાખવું કે ખીરું એકદમ ઘટ્ટ હોવું જોઈએ.
હવે બટાકા બડાને માત્ર બે આગંળીઓ વડે આ ખીરામાં બોળીને ગરમ ગરમ તેલમાં તતળો, ખાસ ધ્યાન રાખો તેલ એકદમ ગરમન હોવું જોઈએ, હવે બટાકા વડા નાખ્યા બાદ ગેસ ઘીમો કરી વડા તળીલો, આ ટિપ્સ અપનાવવાથી બટાકા વડાનું ઉપરનું પડ જાડુ અને સોફ્ટ તથા સ્વાદિષ્ટ બનશે.