- કોબી ગાજર સ્વાસ્થને કરે છે ફાયદો
- આ સંભારો તમારા ખાવાનો સ્વાદ કરશે બમણો
શિયાળામાં ભરપુર પ્રમાણમાં શાકભાજીો આવતા હોય છે તો કેમ નહી તેનો ભઓજનમાં સારી રીતે ઉપગ કરવામાં આવે જેથી આરોગ્ય પમ સ્નસ્થ રહે અને અવનવા ભોજનનો સ્વાદ પમ મળશે, જો તમે ક્યારે કા સાદુ ભોડન બનાવ્યું હોય તો તેના સાથે ગાજર અને કોબિજનો સંભારો બનાવશો તો તોમારા ખાવાની મજા બમણી થઈ જશે, તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે આ ઈઝી અને થોડી જ સામગ્રીમાં બનતો સંભારો
સામગ્રી
- 2 નંગ – ગાજર( ગાજરને લાંબા ટૂંકડામાં સમારી લેવા)
- 2 કપ – કોબીજ ( લાબું સમારેલું)
- 5 નંગ – લીલા મરચા( ચીરા પાડી લેવા)
- 2 નંગ – ટામેટા (જીણા સમારીલેવા)
- થોડા – લીલા ઘણા
- અડધી ચમચી – રાય અને જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે -હળદર
સૌ પ્રથમ યેક કઢાઈમાં તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરુ ફોડી લો
હવે તેમાં લીલા મરચા નાખી મરચાને તળી લો,
હવે તેમાં ટામેટા નાખીને એક મિનિટ સુધી ટામેટા થવાદો
ત્યાર બાદ ગાજર અને કોબિજ એડ કરીને તેમાં મીઠું અને હળદર નાખી બરાબર મિક્સ કરીલો
હવે આ કઢાઈ પણ ઢાંકણ ઢાંકીને માત્ર 2 થી 3 મિનિટ સુધી થવાદો
હવે ગેસ બંધ કરીને કઢાઈને ઉતારી લો, હવે ઉપરથી તેમાં લીલા ઘણા એડ કરીલો
આ સંભારાને વધુ પાકવા દેવો નહી, જેમ કાચો હશે તેમ સ્વાદિષ્ટ લાગશે અને ગણ કરશે.
આ સંભારામાં આટલા શાકભઆજી હોવાથી તે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે,જ્યારે પણ દાળ ભાત કે ગાળ રોટલા બનાવો ત્યારે આ સંભારો ચોક્કસ ટ્રાય કરો
જો તમે ઈચ્છો તો આ સંભારામાં કાકડી બીટ જેવા વધુ શાકભાજી પણ એડ કરી શકો છો.