Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં ઘરે જ બનાવો ચિઝી બોલ, માત્ર 4 વસ્તુઓમાં જ બનીને થશે રેડી

Social Share

સાહિન મુલતાનીઃ-

ચોમાસાની સિઝનનો આરંભ થતા વરસતા વરસાદમાં આપણા સૌ કોઈને ગરમ ગરમ ભોજનનો આનંદ માણવાનું મન થાય છે, એમા પણ જો સાંજ પડતાની સાથે ઠંડા ઠંડા પવનના વાતાવરમમાં ગરમા ગરમ ઈટાલિયન ફૂટ મળી જાય તો કેવી મજા આવે, અને એમાં પણ હોમમેડ વાહ. ધરના ખાવાનાની મજા જ કઈક ઓર હોય છે, તો આજે સાંજના નાસ્તામાં ચીઝ બોલ બનાવવાની તદ્દન સરળ રીત જોઈશું જેને બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત અને 4 થી 5 જ સામગ્રીની જરુર પડશે.

સામગ્રી

સૌ પ્રથમ બટાકાને બાફી લો, ત્યાર બાદ  તેની છાલ કાઢીને તેને  બરાબર નિતારીલો .

હવે એક બાઉલમાં આ બટાકાને છીણીમાં છીણીલો, હવે તેમા તમારા સ્વાદ પ્રમાણે મીઠૂં,મરીનો પાવડર, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરીલો,હવે તેમાં ચીઝને છીણીને એડ કરો, હવે આ મિશ્રણમાં  થોડો કોર્ન ફ્લોર એડ કરીને  હાથ વડે બરાબર મિક્સ કરીલો,

કોર્ન ફ્લોર એટલા માટે એડ કરવો જેથી બોલનું સ્ટક્ચર બરાબર રહે, બોલ બરાબર ગોળ વાળી શકાય અને તેનું સ્ટક્ચટ કડક રહે.

હવે આ મિશ્રણના એક સરખા ભાગ કરીને નાના નાના બોલ બનાવીને તૈયાર કરીલો,

હવે વધેલા કોર્ન ફ્લોરમાં પાણી નાખીને સ્લરી તૈયાર કરો, હવે ચીઝ બોલને આ સ્લરીમાં ડિપ કરીને ભર તેલમાં તળીલો, તૈયાર છે તમારા ગરમા ગરમ ચીઝ બોલ.