સાહિન મુલતાનીઃ-
આપણે રેસ્ટોરન્ટમાં છોલેનું શાક ખાીએ છીએ તો તે પંજાબીસ્ટાઈલમાં હોય છે જ્યારે લીરી પર મળતા છોલે એકદમ ટેસ્ટી અને લસાડ ચટણી વાળા હોય છે તો ચાલો જાણીએ લારી સ્ટાઈલ છોલે બનાવાની તદ્દન સરળ રીત
સામગ્રી
- 250 ગ્રામ – છોલે ચણા
- જરુર પ્રમાણે – હરદળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
સૌ પ્રથમ છોલે ચણાને ઓછામાં ઓછા 4 કલાક પાણીમાં પલાળીને તેમાં હરદળ મીઠું નાખીને બરાબર બોફી લો, એટલા બાફવા કે ચણા જરાપણ કડક ન રહે. બફાઈ ગયા બાદ તેમાં ચમચા વડે થોડા ચણાને ક્રશ કરીલો, અને એક તપેલીલામાં બધા ચણાને પાણી સહીત સાઈડમાં કાઢીલો.
છોલેના મસાલાની સામગ્રી
- 2 નંગ – કાંદા જીણા સમારેલા
- 2 નંગ – ટામેટા જીણા સમારેલા
- 100 ગ્રામ – લીલા મરચાની આખી પાકી વાટેલી પેસ્ટ
- 2 ચમચી – ગરમ મસાલો
- જરુર પ્રમાણે – લીબુંનો રસ
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
- જરુર પ્રમાણે – ગ્રીન ચટણી( લીલા મરચા, લીલા ઘાણા અને લસણની વાટેલી)
- લીલા ધાણા – જરુર પ્રમાણે
- જરુર પ્રમાણે – લાલ મચરાનો પાવડર
છોલે બનાવાની રીતઃ-
હવે એક નાનું બાઉલ લો, તેમાં તનારે જેટલા ખાવા હોય તેટલા જ બાફેલા ચણા લો.
હવે આ ચણામાં થોડી ડુંગળી,થોડા ટામેટા, સ્વાદ મુજબ ચાટમલાસો, સ્વાદ મુજબ ગરમ મલાસો, સ્વાદ પ્રમાણે લીબુંનો રસ, જેટલી તીખાશ જોઈએ તેટલા પ્રમાણે લીલા મરચા એડ કરીલો, હવે એક ચમચી વડે આ બધુ બરાબર મિકસ કરો
હવે તેમાં લાલ મરચાનો પાવડર લીલી ચટણી પણ કરીને ઉપરથી લીલા ઘણા એડ કરીલો હવે ફરપી એક વખત બરાબર મિક્સ કરો ,જો તમે ઈચ્છો તો ઉપરથી 1 ચમચી કાચું શિંગતેલ એડ કરી શકો અને જો તેલ ન ખાવું હોય તો સ્કિપ કરી શકો છો.
આ છોલે મલાસા તમે આમ રોટલી વિના પણ ચતાટની જેમ ખાઈ શકો છો, અને કુલચા સાથે બ્રેડ સાથે કે પાવ સાથએ ખાશો તો વધારે ટેસ્ટી લાગશે.