સાહિન મુલતાનીઃ-
ઉનાળામાં સૌ કોઈને ઠંડા પીણા પીવાનું મન થાય છે તેમાં પણ બપોરના સમયે જો કંઈ ઠંડુ પીણું મળી જાય તો મજા પડી જાય, જો કે બહાર મળતા પીણા કોલ્ડ્રિંક ઘણી રીતે સ્વાસ્થ્યને નુકશાન કરે છે જેથી બેસ્ટ ઓપ્શન છે કે તમે ઘરે દૂધમાંથીસડ્રિન્ક બનાવીને પીવો જેથી નુકશાન પણ નહી થાય અને ઘરના પીણા સ્વાસ્થ્ય માટે સારા પણ હોય છે, જો તમારે ઉનાળાની બપોરે તરત જ કંઈક પીવાની ઈચ્છા થાય છે તો દૂધ તો ઘરમાં હોય જ છે ત્યારે તમે કોલ્ડ કોફી બનાવી શકો, જે માત્ર 3 સ્ટેપમાં જ બની પણ જશે અને ગરમીમાં પણ
ઠંકડનો અનુભવ થશે.
સામગ્રી –એક ગ્લાસ કોફી બનાવા માટે
- અડધી ચમચી – કોફી
- 1 ગ્લાસ – દૂધ
- 2 ચમી – ખાંડ
- 3 નંગ -આઈસ ક્યૂબ
- 1 ચમચી – ઘરના દૂધની મલાઈ
કોલ્ડ કોફી બનાવાની રીત
- સૌ પ્રથમ એક મિક્સની જાર લો, તેમાં ખાંડ, કોફી અને આઈસ ક્યૂબ નાખીને સતત 2 મિનિટ સુધી મિક્સરમાં મિક્સ કરતા રહો.
- હવે કોફી એકદમ સ્મૂથ બની જાય એટલે તેમાં દૂધ એડ કરીને ફરી 1 મિનિટ સુધી મિક્સ કરીલો.
- હવે તેમાં મલાઈ મિક્સ કરીને એક વખત ફરી મિક્સ કરો
- હવે આ કોફીને એક કાંચના ગ્લાસમાં કાઢીલો, હવે તેમાં ઉપરથી કોફી પાવડર સ્પ્રિંકલ કરો તૈયાર છે માત્ર 3 સ્પેટમાં બનતી આ કોલ્ડ કોફી.
- મલાઈના કારણે કોફી સ્મૂથ બને છે અને ક્રિમી સ્ટક્ચર આવે છે
- આ સાથે જ તમે ગ્લાસને ચોકલેટ શોસથીસડેકોરેટ કરી શકો છો,કોફીમાં તમે ચોકલેચટ ચિપ્સ એડ કરીને શાનદાર લૂક પણ આપી શકો છો, પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવવા માટે તમે ઉપરથી ફરી થોડી મલાઈ કે આઈસક્રીમ પણ ઉમેરી શકો છો.