Site icon Revoi.in

કિચન ટિપ્સઃ ઉનાળામાં બનાવો ઠંડા ઠંડા સ્વાદિષ્ટ દહીં વડા, આ છે સૌથી ઈઝી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

ઉનાળો આવી ગયો છે ત્યારે આવી ઋતુમાં ઠંડુ ખાવા પીવાનું ઘણુ મન થતું હોય છે તો આજે સૌથી ઈઝી રીતે દહીં વડા કઈ રીતે બને તેની રિત લઈને આવ્યા છએ મહત્વની વાત તો એ છે કે આ દહીં વડા બેઝિક સામગ્રીમાં અને ઓછી મહેનતમાં જ બની જશે .

સામગ્રી

2 કપ – ફોતરા વગરની અળદની દાળ

અળદની દાળમાં દાળ ડૂબે તેટલું પાણી નાખીને 4 કલાક ઓછામાં ઓછી પલાળઈ દો ત્યાર બાદ તેને મિક્સરમાં એક દમ જીણી ક્રશ કરીલો.

500 ગ્રામ – દહીં

દહીંમાં તમને જે પ્રમાણે મીઠો સ્વાદ જોઈએ તેટલી ખાંડ મિક્સ કરીને બ્લેન્ડ ફેરવી ફ્રીજમાં ઠંડુ કરવા રાખીદો

તળવા માટે – તેલ
1 ચમચી – કાશ્મીરી લાલ મરચું
સ્વાદ પ્રમાણે – મીઠું
જરુર પ્રમાણે – દળેલું જીરું

દહીંવડા બનાવાની રીત

સૌ પ્રથમ જે દાળ ક્રશ કરી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચપટી ભજીયાનો ખારો એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થાય એટલે તેમાં નાના નાના વળા બ્રાઉન થાય ત્યા સુધી તળી લો આ તળેલા વડાને એક પાણી ભરેલી તપેલીમાં ડુબોળી રાખો, ઓછામાં ઓછી 5 મિનિટ ડુબાળો ને બન્ને હાથની હથેળી વડે તેમાંથી પાણી નીતારીલો અને એક પ્લેટમાં લઈલો

હવે આ પ્લેટમાં વડાને બરાબર ગોઠવી દો ઉપરથી ઠંડુ દહીં વડા દહીમાં ડૂબે તે રીતે નાખઈ દો

ત્યાર બાદ તેના પર મીઠું, લાલ મરચું અને જીરાનો પાવડર સ્પ્રેડ કરીદો તૈયાર છે તમારા તીખા મીઠા ચટપટા દહીંવડા