કિચન ટિપ્સઃ- શિયાળામાં સુકી મેથીના દાણાનું બનાવો શાક, કડવું હશે પણ સ્વાસ્થને કરશે ગુણ
સાહિન મુલતાનીઃ-
શિયાળામાં ગુણકારી શાકભાજીમાંથી આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ જો કે શિયાળામાં સ્લવાદની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ, તમે લીલી મેથીની ભાજીનું શાકતો ખાઘુ જ હશે જો કે સુકી મેથીના દાણાનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે તો ચાલો જોઈએ મેથીના દાણાનું શાક બનાવાની રીત
સામગ્રી
- અડધો કપ – મેથીના દાણા
- 4 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- 1 ચમચી – લાલ મરચું
- પા ચમચી – હરદળ
- 1 નંગ ટામેટૂં – જીણુ સમારેલું
- 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી – ગોળ
- 4 ચમચી – તેલ
સૌ પ્રથમ ઓછામાં ઓછી 5 થી 6 કલાક મેથીના દાણાને પાણીમાં પલાળી
રાખો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેમાં જીરું અને ડુંગળી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળીલો.
હવે તેમાં ટામેટા મીઠુ હરદળ એડ કરીને મલાસો બસાબર સાતળવા દો.
હવે તેમાં લાલ મરચું એડ કરીને પલાળેલી મેથીના દાણા એડ કરીને 1 કપ જેટલું પાણી પણ એડ કરીદો, હવે ગેસની ફ્લેમ ધીની કરીને ઓછામાં ઓછી 10 મિનિટ શાક થવાદો જેથી મેથીના દાણા કાપી જાય.
હવે શાક બની જાય એટલે તેમાં ગોળ નાખીને 1 મિનિટ થવાદો ઉપરથી લીલા ધાણા એડ કરીદો. તૈયાર છે મેથીનું શાક