કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો ગરમાં-ગરમ પાલકના ભજીયા
સાહીન મુલતાની-
ચીઝ એવી વસ્તુ છે જે સૌ કોઇને ભાવતું હોય છે,આ સાથે જ હવે તો ઠંડીની મોસમ શરુ થઇ ગઈ છે એમા જો ગરમા ગરમ પકોડા બનાવે તો કેવી મજા પડી જાય,તો ચાલો આજે પાલક ચીઝના ભજિયાની રેસિપી જોઈશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને ઓછી સામગ્રીમાં બની પણ જાય છે.
સામગ્રી
- તળવા માટે – તેલ
- 2 કપ – જીણી સમાલેરી પાલક
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ – જીણું-જીણું સમારેલું બટાકું
- 4 કપ – બેસન
- 10 થી 12 નંગ – લીલા મરચા જીણા કતરી લેવા
- અડધી ચમચી – અજમો
- સ્વાદ મુજબ – મીઠું
- અડધી ચમચી – જીરુ
- 2 ચપટી – ભજીયા ખારો
- 100 ગ્રામ – ચિઝ (ચિઝના એકદમ નાના નાના ટૂકડાઓ કરી લેવા)
પકોડા બનાવાની રીત
સૌ પ્રથમ એક મોટું વાસણ લો તેમાં બેસન લઈલો
હવે આ બેસનમાં ડુંગળી, બટાકા, પાલક, મીઠું, સોડાખાર, જીરુ ,અજમો, લીલા મરચા બધુ નાખીને બરાબર મિક્સ કરીદો,
આ સાથે જ પાણી નાખવું નહી કારણ કે બટાકા અને ડુંગળીમાં પાણીની માત્રા હોય છે એટલે પહેલા બરાબર હાથથી મિક્સ કરીને પછી જરુર પ્રમાણે પાણી એડ કરવું.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો, હવે બેસન અને પાલક વાળું જે ખીરું તૈયાર કર્યું છે તેમાં યેક એક ચીઢનો ટૂકડો રગદોળીને પકોડાની જેમ ગરમા ગરમ તેલમાં તળીલો, પકોડા બ્રાઉન થાય ત્યા સુધી ઘીમા તાપે તળો. તૈયાર છે તમારા પાલક ચીઝ પકોડા.તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.