Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- માત્ર 4 સામગ્રીમાંથી 30 જ મિનિટમાં ઘરે જ બનાવો ગરમા ગરમ જલેબી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણા સૌ કોઈને જલેબી ખૂબ ભાવે છે જલેબી સામાન્ય રીતે આપણે બહારથી લાવતા હોઈએ છીએ જો કે આજે તમને ઝટપટ માત્ર 30 મિનિટમાં જલેબી બહનાવાની રીત બતાવીશું જેને આપણે ઈન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ આ સાથે જ કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ ઝટપટ બની જાય છે અને ખૂબ  જ ઓછી મહેનત પણ લાગે છે.

જલેબી બનાવાની સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈલો  તેમાં દહીં એડ કરીને પીળો કલર તથા જરુર પ્રમાણે પાણી એડ કરીને એક ઘટ્ટ જલેબી પાડી શકાય તે રીતનું ખીરુ તૈયાર કરીલો,

ધ્યાન રાખઓ ખીરુ થોડુ ઘટ્ટ હોવું જોઈએ, હવે તેમાં સોડા ખાર પણ એડ કરીને બરાબર મિક્સ કરી ઉપર ટાઈટ ઢાંકણ ઢાકી દો, હવે તેને 15 મિનિટ આમ જ રહેવાદો.

ત્યાર બાદ એક તપેલીમાં ખઆંડ લો તેમાં અડઘો લીટર પાણી એડ કરીને ગરમ કરી ચાસણી તૈયાર કરીલો સાચણી બો ઘટ્ટ ન થવા દેવી જલેબી ડુબીને તરત નીકળી જાય તે રીતે પાતળી ચાસણી કરવી

હવે એક અમૂલ દૂધની કોથળી લો તેને બરાબર ઘોઈને અંદર ઘી  લગાવી દો ત્યાર બાદ ઉપરથી આખી ખોલી કાઢો તેમાં ખીરુ ભરીદો ,જો તમારા પાસે ટામેટા કેચઅપની બોટલ હોય તો તેના વડે પણ જલેબી પાડી શકો છો.

હવે ખીરાને એક ખુણામાં લઈલો અને કાતર વડે એકદમ નાનું કાણું પાડી દો

હવે એક કઢાઈ મોટી અને પહોળી લો, તેમાં તેલ કે ઘી ગરમ કરવા રાખઈદો આ ગરમ થાય એટલે પેલી કોથળી વડે ગોળ ગોળ જલેબી પાડીદો, ઘ્યાન રાખો જલેબી હળવા હાથે પાડવી અને પાડતી વખતે ગેસની ફ્લેમ ઘીરી રાખવી.