- કોર્ન ફ્લોરના ઉપયોગ વગર બનાવો પાલકનું સૂપ
- ખાવામાં હેલ્ધી પણ અને ટેસ્ટી પણ
શિયાળામાં લીલા શાકભાજી ભરપુર ખાવા જોઈએ જે આપણાને તંદુરસ્ત રાખવાની સાથે સાથે આપણાને મજબૂત પમ બનાવે છે સાથે જ નાની મોટી બીમારીઓથી છૂટકારો પણ અપાવે છે આ સાથે જ પાલક ્નેક ગુણોથી ભરપુર હોય છે જો પાલકનું ગરમા ગરમ સૂપ બનાવીને પીવામાં આવે તો શરદી ખાસી તો મટશે જ પણ સાથે ગળાને પમ રાહત મળશે આ સાથે જ શરીરમાં અનેક વિટામીન્સ અને મિનરલની કમી પુરી થશે.
પાલકનું સૂપ બનાવવા માટેની સામગ્રી
- 2 ઝુડી – પાલક
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- 2 ચમચી – દેશી ઘી
- 1 ચમચી – મરીનો પાવડર
- 10 થી 12 નંગ- લસણની કળી (જીણું સનમારીલેવું)
- 1 ચમચી – જીરુ
- 1 નંગ – લીલું મરચું
- સૂપ બનાવાની રીત
સૌ પ્રથમ પાલકને સલાફ કરી માત્ર તેના પાન અલગ કરીલો, હવે આ પાલકના પાન પાણી વડે બરાબર ઘોઈને સાફ કરીલો,
હવે એક મિક્સરની જારમાં પાલકના પાન અને લીલા તેમાં લીલા મરચા લઈને ક્રશ કરીલો, આ સાથે જ સૂપ બને તે રીતે માપસરનું પાણી પણ એડ કરી લેવું
હવે એક તપેલી કે કઢાઈ લઈલો, તેમાં ઘી એડ કરીને ગેસ પર તપાવા રાખો
ઘી થાય એટલે તેમાં લસણને સાંતળો અને જીરુ એડ કરીને જીરુ લાલ થવાદો ,ત્યાર બાદ તેમાં મરીનો પાવડર પમ એડ કરી લો.
હવે જીરુ લસમ બન્ને લાલ થી જાય એટલે મિક્સરમાં ક્રશ કરેલી પાલક પાલક તેમાં એડ કરીને જરુર પ્રમાણે મીઠબં એડ કરીલો,
હવે આ સૂપને 5 થી 7 મિનિટ સુધી ઇકાળતા રહો, હવે તેને ગેસ પરથી ઇતારી લો આ સૂપમાં મલાઈ એડ કરી તમે સર્વ કરી શકો છો,