Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વરસાદની મોસમમાં બનાવો ગરમા ગરમ અને ટેસ્ટી ખીચું

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ વરસાદની મોસમ ચાલી રહી છે,ત્યારે ગરમા ગરમ નાસ્તો ખાવાની મજાજ કંઈક અલગ હોય છે, ત્યારે આજે પાપડીનો લોટ એટલે કે ખીચુ બનાવાની સૌથી ઈઝી રીત જોઈશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે તો ચાલો જાણીએ કઈ રીતે બનશે એ ખીચું

સામગ્રી

સૌ પ્રથમ એક મોટી તપેલી લો તેમાં અઢી વાટકા ( જે વાટકો ભરીને લોટ લીધો હોય તેજ વાટકો ભરીને પાણી) પાણી લો

હવે આ તપેલીને ગેસ પર રાખીને પાણીને બરાબર ગરમ કરી દો

 પાણી ઉકળે એટલે તેમાં કતરેલા લીલા મરચા, મીઠું ,તલ અને અજમો નાખી દો,

હવે આ પાણીને 5 મિનિટ ઉકાળવા દો જેથી અજમો અને મચાની ફેગરેન્સ પાણીમાં ભળી જાય .

હવે એક મોટી કાથરોટ લો તેમાં 1 વાટકો ચોખાનો લોટ લો હવે આ ગરમ પાણી બધુ જ લોટમાં નાથીને બે તવીથાઓ વડે ગાઠા ન પડે તે રીતે મિક્સ કરીદો

હવે આ લોટને બરાબર મિક્સ કરીદો હવે તેને ઢોકળીયામાં રાખીને બાફીદો, 15 થી 20 મિનિટ લોટને સ્ટિમ પર બાફવા રાખો, તૈયાર છે ગરમા ગરમ ખીચું તેમાં શીંગતેલ અને અથાણાનો મસાલો નાખીને તમે ખાઈ શકો છો.