કિચન ટિપ્સઃ- ઉનાળાની ગરમીમાં બનાવો ઈન્સ્ટન્ટ ચીકુ-ચોકલેટ મિલ્ક શેક
- ચીકુ મલાઈ શકે ખૂબ ઈઝી રીતે બને છે
- ગરમીમાં આપે છે રાહત,પેટને મળે છે ઠંડક
આ સિઝનમાં સૌ કોીને ઠંડુ ખાવાનું મન થાય છે આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈે છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ હોય છે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ મલાઈ શકે બનાવતા શીખીશું.
સામગ્રી
- 500 ગ્રામ – ચીકું
- 1 લીટર – દુધ
- 100 ગ્રામ – ખાંડ
- 4 ચમચી – ઘરની મલાઈ
- 25 ગ્રામ – કાજૂ
- 25 ગ્રામ – બદામ
- 20 વાળી ડેરીમિલ્ક -1
સૌ પ્રથમ ચીકુની છાલ કાઢીલો, ત્યાર બાદ તેના જીણા જીણા ટૂકડા કરીલો,
હવે મિક્સરની જ્યૂસ બનાવાની જાર લો. તેમાં ચીકૂના ટૂકડા નાખીને બરાબર ક્રશ કરીલો,
હવે આ ચીકુના ક્રશમાં દૂધ અને ખાંડ નાખીને ક્રશ કરીલો, આમ 1 લીટર દૂધ પુરેપુરુ આ ટૂકડાઓ સાથે ક્રશ કરી મિક્સ કરીલો,તેમાં ડેરિમિવ્ક નાખીને ફરી એક વખત બ્લેન્ડર ફેરવી લો
હવે કાજૂ બદામને જીણા પાતળા સમારીલો,અને મલાઈને એક વાટકામાં લઈને ચમચી વડે બરાબર ફેટીલો .
હવે આ મિલ્ક શેકમાંથી જેટલા ગ્લાસ તૈયાર થાય એટલા ગ્લાસ ભરીલો, ઉપરથી દરેક ગ્લાસમાં અડધી એડધી ચમચી મલાઈ નાખો અને તેના ઉપર કાજૂ બદામ નાખો, તૈયાર છે ચીકુ મલાી મિલ્ક શેક