Site icon Revoi.in

કિચન ટિપ્સ-ભૂખ લાગી હોય ત્યારે ઈન્સ્ટન્ટ બનાવો ચોખાના પાપડનો ચાટ

Social Share

ક્યારેક આપણાને ખૂબ ભૂખ લાગી હોય છે અને ત્યાર ઈઝૂ બની જાય એવી વસ્તુઓ શોધતા હોય છે, સામાન્ય રીતે ચોખાના પાપડ ઘણા ઘરોમાં હો છે ત્યારે આ પાપડને શેકીને તેમાંથી તમે સરસ મજાનો બેઝિક સામગ્રીમાંથી જ ચાટ બનાવી શકો છો તો ચાલો જોઈએ પાપડ ચાટમાં શું શું જોઈએ

સામગ્રી

4 નંગ – ચોખાના પાપડ
2 નંગ – જીણી સમાલેરી ડુંગળી
2 નંગ – જીણા સમારેલા ટામેટા
1 ચમચી – લીબુંનો રસ
1 ચમચી – જીણા સમારેલા લીલા મરચા
1 વાટરી -બેસનની જીણી સેવ
2 ચમચી – મોરુ દહીં
2 ચમચી -જીણા સમારેલા લીલા ધાણા
અડધી ચમચી – જીરા પાવડર

સૌ પ્રથમ ચારે ચાર પાપડીને ગેસની ફઅલેમ પર અથવા તો કોલસાની ભટ્ટીમાં બન્ને બાજૂ બરાબર શળેકીલો, ધ્યાન રાખવું કે પાપડ બળી ન જાય.

હવે આ પાપડનો ભૂખો કરીદો. હવે તેમાં ડુંગળી, ટામેટા,લીબુંનો રસ,લીલા મરચા, દહી અને જીરું પાવડર એડ કરીને ચમચી વડે બરાબર મિક્સ કરીદો.

હવે એક પ્લેટમાં આ પાપડીનો ચાટ લો તેના પર દહીં એડ કરો અને ત્યાર બાદ જીણી સેવ તથા લીલા ઘાણા એડ કરો.

જો તમને સ્વિટ પસંદ હોય તો લીંબુનો રસ ન નાખીને ગોળ આમલીની ચટણી પણ એડ કરી શકો છો.