શિયાળામાં સૂપ પીવાથી શરદી અને ખાસીમાં રાહત થાય છે આ સાથે જ સાંજ પડતા ગરમા ગરમ ખાવાનું કઈ પણ મન થાય ત્યારે સૂપ સરશતાથી બનાવી શકાય છે, તો ચાલો જોઈએ આજે તદ્દન સરળ સીધી રીતે મન્ચાઉ સૂપ બનાવવાની રીત
- 2 બાઉલ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી – કોબિઝ (લાંબી પાતળી સમારેલી)
- 1 નાનુ – શિમલા મરચું ( પાતળી ચિપ્સ જેવું સમારી લેવું)
- અડધી ચમચી – આદુ ( જીણું કતરેલું)
- 2 નંગ – લીલા મરચા (જીણ કતરેલા)
- 10 થી 12 નંગ – લસણની કળી (જીણી સમારેલી)
- 1 નંગ નાની ડુંગળી – (જીણી સમારેલી)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – જીરુ
- 6 થી 8 નંગ – મરીનો પાવડર
- 2 ચમચી – ગ્રીન ચીલી સોસ
- 2 ચમચી – રેડ ચીલી સોસ
- 1 ચમચી – સોયા સોસ
- 2 ચમચી – લીલા ઘણા (જીણા સમારેલા)
- 2 બાઉલ – પાણી
- 2 ચમચી – કોર્ન ફ્લોર
- 2 ચમચી – તેલ
સૂપ બનાવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બે બાઉલ પાણી લઈને તેમાં કોર્ન ફ્લોર નાખીને સાઈડમાં રહેવાદો
હવે એક તપેલીમાં તેલ લઈને તેને ગેસ પર ઘીમી ફ્લેમ પર ગરમ કરવા રાખો
હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને કાંદા લાલ કરો.
હવે તેમાં આદૂ,મરચા, શિમલા મરચા અને લસણ નાખીને બરાબર સાંતળી લો.
હવે ત્યાર બાદ તેમાં કોબીજ, મીઠૂં, મરીનો પાવડર,રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ એડ કરીલો
હવે આ તમામને બરાબર મિક્સ કરીલો, અને કોર્ન ફ્લોર વાળું પાણી એડ કરીદો.
હવે સૂપને 5 થી 8 મિનિટ સુઘી ગેસ પર જ ઘીમા તાપે ઉકાળતા રહો, તે ઘીમે ઘીમે ઘટ્ટ થશે, ત્યાર બાદ ગેસ બંધ કરીલો, હવે સૂપમાં ઉપરથી લીલા ઘણા એડ કરીલો