સાહિન મુલતાની-
આજે આપણે એક સાદી અને સરળ રીતે ઘંઉ સહીત અનેક મિક્સ લોટની ચકરી બનાવવાની રેસિપી જોઈશું, જે ઘરની સામગ્રીમાંથી જ તૈયાર થશે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ હશે.આ ચકરીને તમે 15 દિવસ સુધી સ્ટોર પમ કરી શકો છો.
ઘઉંની ચકરી બનાવવા માટેની સામગ્રી
400 ગ્રામ – ઘઉંનો લો઼ટ
100 ગ્રામ – ચણાનો લોટ
100 ગ્રામ – મગની દાળનો લોટ
100 ગ્રામ – અળદનો લોટ
300 ગ્રામ – ચોખાનો લોટ
4 ચમચી- આદુ-મચરા લસણની પેસ્ટ
1 ચમચી – લાલ મરચું
સ્વાદ પ્રમાણે – મીઠું
1 ચમચી – હળદર
1 ચમચી -અજમો
2 ચપટી – ભજીયાનો સોડા
2 ચમચી તેલ – મોળ માટે
- સૌ પ્રથમ દરેક લોટને એક કોટનના સફેદ કપડામાં પોટલી વાળીને ઢીલી ગાઠ વાળી બાંધી દો,
- હવે આ પોટલીને ઢોકળાના કૂકરમાં પાણી નાખીને વરાળ પર 15 મિનિટ સુધી બાફીલો.
- હવે વરાળ પર લોટ બફાય ગયા બાદ તેને ઠંડો પાડો, ત્યાર બાદ ચારણી વડે ચારી લો, લોટમાં ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું
- હવે આ લોટમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, મીઠું, અજમો, તેલભજીયાનો સોડા નાખી બારબર હાથ વડે મિક્સ કરીલો.
- હવે આ લોટમાં જરુર પ્રમાણે પાણી એડ કરજા જાઓ અને રોચલીનો લોટ બાંધો તે રીકે થોડા કઠણ લોટ બાંધી લો
- હવે સેવ પાડવાના સંચામાં ચકની જારી સિલેક્ટ કરીલો, તેમાં તેલ લગાવી લોટનો લૂઓ લઈને એક પેપર અથવા પ્લાસ્ટિક પર ચકરી પાડીલો, બધી ચકરી એક સાથે પાડી શકો છો.
- ત્યાર બાદ એક કઢાઈમાં બરાબર તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે પહેલા પાડીને મૂકેલી ચકરી તેલમાં નાખીને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.
- તૈયાર છે તમારી હોમ મેડ ઘઉંના લોટની ચકરી,આ ચકરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી યસકો છો,તેને એર ટાઈટ ડબ્બામાં મૂકવી