કિચન ટિપ્સઃ- એકદમ હેલ્ધી અને ઈઝી રિતે બનાવો સિંગદાણા વાળી ગાર્લિક ખીચડી
ખિચડી એટલે ગુજરાતીઓનો પ્રિય ખોરાક ,જો કે ખિચડી દરેક જાતની બને છે,મિક્સ દાળથી લઈને જૂદી જૂદી દાળની ,શાકભાજી વાળી, મોરી તીખી વગેરે ખિચડી જાણીતી છે,જો કે આજે સિંગદાણા અને લણથી ભરપુર સ્વાદિષ્ટ ખિચડી બનાવાની સિમ્પલ રિત જોઈશું જે ખઆવામાં ટેસ્ટી તો છે જ પણ સાથે સ્વાસ્થ્ય માટે હેલ્ધી પણ છે.
સામગ્રી
- 1 કપ – ચોખા
1 કપ – મોરા સિંગ દાણા
અડધો કપ – મગની દાળ પીળી
3 ચમચી – જીણું સમારેલું લસણ
સ્વાદ પ્રમાણે – મીઠું
1 નાની ચમચી – હરદળ
5-6 નંગ – કઢી લીમડાના પાન
1 ચમચી – રાય
1 ચમચી – જીરું
1 નંગ – જીણું સમારેલું બટાકું
1 નંગ – સમારેલી ડુંગળી
1 નંગ – સમારેલું ટામેટું
4 નંગ – જીણા સમારેલા લીલા મરચા
4 ચમચી – તેલ
સૌ પ્રથમ દાળ અને ચોખાને પાણી વડે બરાબર ઘોઈલો
હવે એક કુકર લો, તેમાં તેલ ગરમ થવા દો, તેલ થાય એટલે રાય ફોડીલો અને જીરુ તથા કઢી લીમડો નાખી દો.
હવે કાંદા નાખી સાંતળો, ત્યાર બદા તેમાં ટામેટા અને બટાકા પણ એડ કરીને મીઠું, લીલા મરચા,લસણ, મોરા સિંગ દાણા અને હરદળ નાખીને 1 થી 3 મિનિટ સાંતળી લો,
હવે આ સમાલો સંતળાય જાય એટલે તેમાં 6 કપ પાણી નાખીને પાણી ઉકળવા દો
પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને દાળ જે ઘઓઈને રાખ્યા છે તે નાખી દો
હવે એક ઊભરો આવે એટલે કુકરનું ઢાંકણું બેધ કરીને 3 થી 4 સિટી વગાડી લો.
તૈઆર છે ગાર્લિક સિંગદાણા ખિચડી, ઉપરથી લીલા ઘમા નાખીને સર્વ કરી શકો છો
આ ખિચડી દહી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે