સાહિન મુલતાનીઃ-
બટાકાની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે આજે આપણે પોટેટો ક્યૂબ બનાવતા શીખી શું જે ખાવામાં હોટલ જેવા જ ટેસ્ટી હશે અને બનાવામાં પણ ખૂબ ઈઝી છે.
સામગ્રી
- 500 ગ્રામ – બટાકા (બાફીને છીણીમાં છીણીલો)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી – મરીનો પાવડર
- અઢધી ચમચી – ઓરેગાનો
- 2 ચમચી – ચીલી ફ્લેક્સ
- 200 ગ્રામ – બ્રેડનો ભૂખો (બ્રેડ ક્રમ્સ, બ્રેડને મિક્સરમાં જીણી દળી લેવી)
- 3 ચમચી – જીણા કાપેલા કેપ્સિકમ મરચા
- 3 ચમચી – જીણા સમારેલા ગાજરના ટૂકડાઓ
- 3 ચમચી – મકાઈના બાફેલા દાણા
સૌ પ્રથમ બાફેલા બટાકાને છીણીમાં છીણીલો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર મિક્સ કરો
હવે આ મિશ્રણમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરીનો પાવડર અને બ્રેડ ક્મ્સ એડ કરીદો
હવે તેમાં કેપ્સિકમ મરચા, મકાઈના દાણા અવે ગાજરના ટૂકડાઓ એડ કરીને બરાબર મિક્સ કરીલો,
હવે તેમાંથી નાના નાના લંબ ચોરસ શેપની ક્યૂબ તૈયાર કરીલો,
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેલ એક દમ ગરમ થાય એટલે આ ક્યૂબ તળીલો, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે ,ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે