Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રાયડકોર્ન હવે ઘરે જ બનાવો તે પણ માત્ર 2 જ સામગ્રીમાંથી

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આપણે મકાઈને બાફીને ખાતા હોય છે અમેરિકન મકાઈ ખાવામાં ખૂબ જ સ્વિટ લાગે છે તેમાંથી અનેક વાગની પમ બનાવવામાં આવે છએ તો આજે આપણે ફ્રાયકોર્ન બનાવતા શીખીશુ આ ફ્રાય કોર્ન ખાશો તો તમે ખાતા જ રહી જશો. અને બાળકોને પણ તે ખૂબ ભાવશે, મહત્વની વાત તો એ છે કે ખૂબ જ ઓછી મહેનત અને ન જેવી સામગ્રીમાં તે બનીને તૈયાર થઈ જાય છે.

સામગ્રી

સૌ પ્રથમ મકાઈમાંથી દાણાઓ કાઢી લો

હવે એક બાઉલ લો તેમાં આ મકાઈના દાણા નાખો

હવે દાણ પર કોર્ન ફ્લોર નાખીદો, જો તે વધારે કોરું લાગે તો 1 ચમચી જેટલું પાણી નાખી શકો છો,

પાણી તે રીતે નાખો કે જેથી કરીને મકાઈના દાણા પર કોર્ન ફ્લોર ચોંટે

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ એકદમ ગરમ થવા દેવું

હવે મકાઈના દાણા એકબીજા સાથે ચીમપે નહી તે રીતે છૂટા છવાયા તેલમાં નાખો તેલમાં નાખથતાની સાથે જ દાણા ફૂટશે એટલે દાઝો નહી તેનું પણ ધ્યાન રાખવુંટ

હવે મકાઈના દાણાને 2 મિનિટ બાદ તરત તેલમાંથી કાઢીલો અને ગરમ હોય ત્યાજ તેના પર ચાટ મસાલો નાખીદો

આ ફ્રાયડ કોર્ન ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે.