સાહિન મુલતાનીઃ-
- બીટ આલુ વડા જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હોય છે
- ઘરની બેઝિક સામગ્રીમાં બનીને રેડી થાય છે
હાલ શિયાળો શરુ થઈ ગયો છે,શિયાળાની સાંજે ગરમા ગરમ નાસ્તાો કરવાનું સૌ કોઈને મન થાય છે, આ સાથે જ શિયાળામાં ભરપુર પ્રમાણમાં વિટામીન્સ યુક્ત શાકભાજીઓ પણ આવતા હોય છે જેમાં બીટ પણ આવે છે તો આજે આપણે બીટ અને બટાકાના સ્પાઈસી વડા બનાવવાની રીત જોઈશું ,જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હશે
બીટ બટાકા વડા બનાવવાની રીત
- બીટ- 1 નંગ ( છીણી લેવું અને બન્ને હાઠ વડે તેનું પાણી નીતારી લેવું)
- બટાકા – 3 નંગ (બાફીને ક્રશ કરેલા)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 12 થી 15 નંગ – તીખા લીલા મચરા
- 6 નંગ – લવિંગ
- 2 ચપટચી – લીબુંના ફૂલ( લીબુંના ફૂલ ન હોય તો લીબું)
- 2 નાના આદૂના ટૂકડા
- જરુર પ્રમાણે લીલા ઘણા
- 1 ચમચી – કલોંજી
- બેસન – ખીરુ બનાવવા માટે
- તળવા માટે તેલ
બીટ વડા બનાવવાની રીત
સૌ પ્રથમ લીલા મરચા, આદુ,લવિંગ, લીંબુના ફૂલ એક મિક્સરની જારમાં ક્રસ કરી લેવા
હવે બાફેલા બટાકાના ક્રશમાં છીણેલું બીટ એડ કરવું ત્યાર બાદ તેમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરીને કલોંજી એડ કરવી
હવે આ મિશ્રણમાં આદુ મરચા વાળો ક્રશ કરેલો મસાલો એડ કરી લેવો
હવે તેમાં એક કપ જેટલા લીલા ઘાણા જીણા જીણા સમારેલા એડ કરી બરાબર મિશ્રણ મિક્સ કરવું
હવે આ મિશ્રણમાંથી એક સરખી સાઈઝના નાના નાના બોલ તૈયાર કરી લેવા
હવે એક તપેલીમાં બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરુર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું
હવે એક કઢાઈમાં તેલ લઈને ગેસ પર ગરમ કરવા રાખી દો,
હવે આલૂ બીટના બનાવેલા વડાને આ બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા, તૈયાર છે ગરમા ગરમ બીટ વડા