કિચન ટિપ્સઃ- રાતના વધેલા ભાત કે ખિચડીમાંથી સવારના નાસ્તામાં બનાવો ટેસ્ટિ પૌઆ રાઈસ
સામાન્ય રીતે રાત્રે આપણે ખીચડી બનાવતા હોઈએ છીએ અને ઘણી વખત ખિચડી બચી જાય છે, ત્યારે હવે જો ખીચડી કે ભાત કોઈ પણ પ્રકારના રાઈસ બચે છે તો તેને ફેંકશો નહી, તેને ફ્રીજમાં રાખી દો, ત્યાર બાદ સવારે તેને ફ્રીજમાંથી બનાવતા પહેલાની 30 મિનિટ સુધી બહાર રહેવાદો અને તેમાંથી એક સરસમજાની પૌઆ બટાકા જેવી વાનગી તૈયાર કરો.
ચાલો જોઈએ કઈ રીતે ખીચડીમાંથી ટેસ્ટિ રાઈસ પૌઆ બનાવી શકાય
સૌ પ્રથમ ખિચડીને ચમચી વડે છૂટી પાડીલો
હવે એક તેલમાં રાય ફોડો. તેમાં જીરું, કઢી લીમડો અને લીલા મરચા જીણા સમારેલા એડ કરીને સાંતળીલો
હવે તેમાં એક જીણી સમારેલી ડુંગળી એડ કરીને સાંતળો, ત્યાર બાદ તેમાં ટામેટા જીણા સમારેલા એડ કરો, હવે જરુર પ્રમાણે તેમાં મીઠું,ચિલીફ્લેક્શ નાખીને બકાબર સાંતળવાદો
આ મસાલો બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ખિચડી એડ કરીલો, હવે તેમાં લીલા ઘાણા પણ એડ કરો, હવે ખિચડીને ઘીમી ગેસની ફ્લેમ પર 5 થી 8 મિનિટ સુધી થવાદો.
હવે કઢાઈ પર ટાઈટ ઢાંકણ ઢાકીદો, એર બહાર ન જાય તેનું ધ્યાન રાખો, જેથી ખિચડી ગરમાગરમ લાગશે અને તાજી જેવી બની જશે, તૈયાર છે પૌઆની સ્ટાઈલમાં તમારી ખિચડી,ચા સાથે તેને ખાઈ શકો છો.