- સરગવાની બેસન વાળઈ સિંગ માત્ર 10 મિનિચમાં બની જાય છે
- ખૂબ ઓછી સામગ્રી સાથે પ ણશાક ટેસ્ટી બને છે
- તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી
શું તમે જાણો છો ચણાનું સેવન મધ સાથે કરવાથી તેનો બમણો ફાયદો થાય છે.જાણો કઈ રીતે
શિયાળાની સિઝનમાં સરગવો ખાવાની મજા જ કંઈક ઓર હોય છે, કારણ કે તે ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે જ છે પરંતુ તેને ખાવાથઈ આરોગ્ય પણ તંદુર્સત રહે છે,જો સરગવાની સિંગનુ શાક તમે ઓછા તેલ મસાલામાં બનાવો છો તો તેમાં રહેલા તમામ પોષક તત્તવો તમારા શરીરને મળી રહે છે, તો આ માટે આજે બેસન વાળું શાક બનાવતા જોઈશું, જે ટેસ્ટિ તો હશે જ પરંતુ સ્વાસ્થ્ય માટે હેલ્ધી પણ છે.
સરગવાની સિંગનું બેસન વાળું શાક બનાવવા માટેની સામગ્રી
6 નંગ – શિંગ ( સિંગોને છોલીને એક સરખા ટૂકડા કરી પાણીમાં બાફીલો)
2 ચમચી – બેસન
1 નંગ -ડુંગળી (જીણી સમારેલી)
1 નંગ ટામેટૂં નાનું (જીણું સમારેલું)
4 ચમચી -તેલ
1 ચમચી – લસણ (જીણું વાટી લેવું)
1 ચમચી – જીરુ
હરદળ – જરુર પ્રમાણે
મીઠૂ – સ્વાદ પ્રમાણે
2 ચમચી – લાલ મરચાનો પાવડર
શાક બનાવવાની રિતઃ- સૌ પ્રથમ દરેક સિંગને છોલીને ઉપરથી લીલી છાલ કાઢી લેવી. ત્યાર બાદસિંગોના એક સરકા એકમાંથી 4 5 ટૂકડા કરી લેવા ,હવે તેને એક તપેલીમાં પીવાનું પાણી લઈને બાફવા રાખવા. 10 મિનિટ સુધી સિંગ બરાબર પાકી જાય ત્યા સુધી બાફવી.
હવે એક કઢાઈ લો, તેમાં તેલ અને જીરુ નાખો, ત્યાર બાદ તેમાં ડુંગળી અને સલણને સાંતળીલો, હવે તેમાં ટામેટા એડ કરીને મીઠું, હરદળ એડ કરીલો, હવે ટામેટા પણ બરાબર સતળાય જાય એટલે તેમાં લાલ મરચું અને બેસન એડ કરીને તેલમાં બરાબર પકાવાદો, બેસન પાકી જાય એટલે તેમાં સિંગો એડ કરીને 2 મિનિટ ફેરવતા રહો, હવે બેસન બરાબર થી ગયુંહશે એટલે તેમાં 3 કપ પાણી નાખીદો, હવે ગેસની ફ્લેમ ઘીમી કરીદો, ઘીમા તાપે બરાબર શાકને ઉકળવા દો, જ્યા સુઘી ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુઘી ઉકાળઈ લો, તૈયાર છે માત્ર 10 મિનિટમાં બની જતું આ હેલ્ઘી બેસન વાળઈ સિંગનું શાક