Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વાસી રોટલીમાંથી બનાવો તીખો-મીઠો ચટપટો આ ચૂરમો ,જોઈલો તેની રીત

Social Share

સાહિન મુલાતીનઃ-

ઘણી વખત રસોઈનો માપ ખોરવાઈ જતો હોય છે ક્યારેક રસોઈમાં શાક વધી પડે છે તો ક્યારેક રોટલી પણ વઘી જાય છે, જ્યારે રોટલી વધતી હોય છે ત્યારે અનેક ગૃહિણીઓ તેને ફએંકતી નથી પરંતુ તેમાથી અવનવી વાનગીઓ બનાવતી હોય છે,રોટલીમાંથી ખાસ કરીને નૂડલ્સ બને છે,ફેન્કિ પણ બને છે તો ટાકોસ પણ બને છે, જો કે આ દરેક વાનગીઓ એવી છે કે જેને બનાવવા માટે મોટી મહેનત લાગી જાય છે તથા ઘણી બધી બહારની સામગ્રીનો પણ ઉપયોગ થતો હોય છે, ત્યારે આજે આપણે વધેલી રોટલીમાંછી પૌઆ બટાકાની સ્ટાઈલમાં ખટ્ટ મીઠો ચેવડો બનાવતા શીખીશું.

વધેલી રોટલીમાંથી બનતા એ ચેવડાની એક ખાસિયત એ છે કે તે માત્ર 4 થી 5 મસાલામાં રેડી થઈ જાય છે,તેના માટે વધુ મહેનત પણ લાગતી નથી, અને બેઝિક ઈન્ગ્રિડેન્ટ્સમાંથી આ ચેવડો માત્ર 5 થી 8 મિનિટમાં બની જાય છે તો ચાલો જોઈએ કંઈ રીતે બનાવાય છે રોટલીનો ખટ્ટ મીઠો ચેવડો.

વધેલી રોટલીમાંથી આ રીકે બનાવો ચેવડો

સામગ્રીઃ- તેલ,કઢી લીમડો, હિંગ,રાય,જીરુ,લાલ મરચું,લીલા મરચા,મીઠું-હળદર,ખાંડ,લીંબુ, લીલા ઘાણા, લક અને લીલા ઘાણા

સૌ પ્રથમ રોટલીના નાના નાના ટૂકડા કરીલો, હવે આ ટૂકડાઓને મિક્ષરમાં અધકચરા આખા આખા દેખાય એ રીતે ક્રશ કરીલો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે તેમાં રાય ફોડો અને જીરુ તથા કઢી લીમડો એડ કરો, જીરુ લાલ થયા બાદ તેમાં જીણા કતરેલા લીલા મરચા, હરદળ, મીઠું, હિંગ એડ કરીને મસાલાને બરાબર સાંતળવા દો,મસાલો સંતળાય ગયા બાદ તેમાં ક્રશ કરેલી રોટલી એડ કરીને તવીથા વડે બરાબર મિક્સ કરીલો,

હવે તેમાં લાલ મરચાનો પાવડર, એક ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ ,લીલા ઘાણા અને તલ એડ કરીને બરાબર મિક્સ કરો

3 થી 5 મિનિટ સુધી ચેવડાને મિક્સ કરતા રહો અને ગેસની ફ્લેમ ઘીમી જ રાખો, ત્યાર બાદ ગેસ ગરમ કરી ચેવડો સર્વ કરો