કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે બનાવો કેપ્સિકમ મરચાના આ ગરમા ગરમ ચકરી ભજીયા
- સાહિન મુલતાનીઃ-
આપણે મરચાના ભજીયા તો ખૂબ ખાધા જ હશે જો કે આજે શિમલા મરચાના ભજીયા બનાવાની ઈઝી રીત લઈને આવ્યા છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે બનાવામાં પણ સરળ છે તો ચાલો જોઈએ આ ચકરી ભજીયા બનાવાની રીત
સામગ્રી
- 3 નંગ – શિમલા મરચા ( ગોળ જાડી રીંગ સમારીલેવી)
- 3 કપ – બેસન
- 2 ચમચી – આદુ ,મરચા લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – અજમો
- 1 ચમચી – જીરુ
- થોડા લીલા ઘાણા
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચમચી – અધકચરા વાટેલા આખા ઘાણા
- 1 ચમચી – અધકચરી વરિયાળી વાટેલી
- જરુર પ્રમાણે – ભજીયાખારો
સૌ પ્રથમ શિમલા મરચાને ઉપર અને નીચાથી ડિચ્યુ કાઝઢીને અંદરથઈ બી કાઢઈ સાફ કરીલો હવે આ મરચામાંથી જાડી રિંગ સમારીલો એક મરચામાંથી 5 6 રિંગ સમારવી.
હવે એક બાઉલ લો તેમાં બેસન લઈલો બેસનમાં જરુર પ્રમાણે પાણ ીએડ કરીને ઘટ્ટ ખીરું ગાઠ ન પડે તે રીતે તૌયાર કરીલો
હવે આ ખીરામાં મીઠું, હરદળ, અજમો, જીરુ , આદુ મરચા લસણની પેસ્ટ અને લીલા ધાણા તથઆ સુકા ઘાણા અને વરિયાળી પણ એડ કરીલો.
હવે આ ખીરામાં થોડો ભજીયા ખઆરો એડ કરીને બરાબર મિક્સ કરો.
હવે એકલ કઢાઈમાં ગેસ પર તેલ ગરમ કરવા રાખી દો.
હવે બેસનમાં શિમલા મરચાની રિંગ નાખઈને બેસન તેના પર કોટીન થાય તે રીતે રિંગને તેલમાં તળીલો, તૈયાર છે તમારા ચકરી ભજીયા. તમે ટામેટા સોસો સાથે ખાય શકો છો.