સાહિન મુલતાનીઃ-
આવતી કાલે ભાઈ બીજનો પર્વ છે,દરેક બહેન પોતાના ભાઈ માટે કંઈક બનાવીને લઈ જતી હોય છે તો આજે તમારા ભાઈ માટે સ્વિટ બનાવતા શીખીલો જેતમને બનાવામાં સરળ પડશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
સામગ્રી
- 1 કપ – ધી દેશી
- 2 કપ – બેસનનો કરકરો લોટ
- 1 કપ – મિલ્ક પાવડર
- 2 ચપટી – ઈલાયચી પાવડર
- 4 ચમચી – કાજુ સમારેલા
- 4 મચી – પીસ્તા સમારેલા
- 4 ચમચી – બદામ સમારેલી
- દોઢ કપ – ખાંડ
- 1 કપ – પાણી
સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ થવા દો, ઘી ગરમ થાય એટલે તેમાં બેસન એડ કરીને બ્રાઉન થાય અને તેમાંથી સુંગધ આવે ત્યા સુધી થવાદો.હવે તેમાં મિલ્ક પાવડર નાખીને ગેસ બંધ કરીદો
હવે એક બીજા વાસણમાં ખાંડ લો તેમાં એક કપ પાણી નાખો અને તેને ઘીમા ગેસ પર 2 ચારતાર વાળી ચાસણી તૈયાર કરીલો, ચાસણી ઘટ્ટ થવી જોઈએ તેને બે આગંળી વચ્ચે દબાવીને ચેક કરીલો,
હવે સાચણી થઈ જાય એટલે અગાઉ તૈયાર કરેલ બેસન-મિલ્ક પાવડરનું બેટર ચાસણીમાં એડ કરીદો અને તવીથા વજે બરાબર મિક્સ કરો અને ગેસની ફઅલેમ ઘીનમી કરીને 2 થઈ 3 મિનિટ થવાદો ત્યાર બાદ તેમાં એલચી પાવડર મિક્સ કરીદો અને બરાબર ફેરવી લો.
હવે એક ટ્રે લો,તેમાં બરાબર ઘી લગાવો અને આ જે બેસનવાળો માવો તૈયાર થયો તેને ટ્રેમાં સેટ કરી દો
હવે આ ટ્રે પર કાજૂ.બદામ અને પીસ્તા નાખઈને હાથ વડે દબાવી દો જેથી ડ્રાયફ્રૂટ અંદર બરાબર સેટ થઈ જાય
હવે આ ટ્રેને 10 મિનિટ ફ્રીજમાં રાખઈદો ત્યાર બાદ તેના લંબચોરસ એક સરખા પીસ કટ કરીલો તૈયાર છે બેસનની દેશી મીઠાઈ