સાહિન મુલતાનીઃ-
બિસ્કિટમાંથી આજકાલ લોકો અવનવી વાનગીઓ બનાવતા થયા છે તો આજે ઘરમાં જ પડેલી સાદી ક્રિમ વગરની બિસ્કિટમાંથી આપણે સરસ મજાની કોકો ચોકલેટ નટ્સ રોલ બનાવીશું જે ઓછી સમગ્રી અને ઓછી મહેનતમાં રેડી થઈ જશે.
સામગ્રી
1 પેકેટ – બિસ્કિટ કોઈ પણ ક્રિમ વગરના
2 ચમચી – કોકો પાવડર
4 ચમચી – દળેલી ખાંડ
2 ચમચી – કાજૂના ટૂકડાઓ
2 ચમચી – બદામના ટૂકડા
2 ચમચી – પીસ્તાના ટૂકડાઓ
સૌ પ્રથમ બિસ્કિટને હાછ વડે નાના નાના ટૂકડાઓ કરી લો
હવે એક તપેલી લો તેમાં ખાંડ અને કોકો પાવડર નાખઈને 1 કપ પાણી એડ કરો હવે ગેસ પર આ તપેલી રાખીને ઘીમા તાપે 10 મિનિટ ઉકાળવા દો
હવે આ ચોકલેટ ચાસણી જેવી થઈ જાય એટલે તેમાં કાજૂ , બદામ અને પીસ્તા પણ ઉમેરી દો અને મિક્ કરીદો
હવે આજ મિશ્રણમાં બિસ્કિટના ટૂકડાો પણ એડ કરીદો હવે બધુ બરાબર મિક્સ કરીને થોડું ઠંડુ થવાદો
છંડુ થાય ઠેલે તેને લંબગોળ આકારમાં વાળઈ લો તચ્યાર બાદ તેને ગોળ ગોળ પેંડાના શેપમાં કટ કરીલો તૈયાર છે કોકો ચોકલેટ નટ્ટસ રોલ.