સાહિન મુલતાની-
સામાન્ય રીતે નવરાત્રીના નવે નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, ખાસ સાબુદાણા અને બટાકાની વાનગીઓ ફાસ્ટમાં ખાય છે જો કે આજે એક એવી સબજી બનાવીશું જેમાં બટાકા અને દહીં પણ હોવાથી દિવસ દરમિયાન એનર્જી બરપુર રહે થે.તો ચાલો જાણીએ બટાકાનો આ દહીં વાળો નાસ્તો બનાવાની પરફેક્ટ રીત.
સામગ્રી
- 4 નંગ – બાફેલા બટાકા
- 2 વાટકી – દહીં
- 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- સિંધવ મીઠું – સ્વાદ પ્રમાણે
- 2 ચમચી – શીંગદાણાનો પાવડર
- 1 ચમચી- તલ
- 1 ચમચી – તેલ
– સૌ પ્રથમ બટાકાને બાફીને મેશ કરીલો
– હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં શીંગદાણાનો પાવડર , લીલા મરચાની પેસ્ટ અને તલ એડ કરીને મીઠું નાખી બરાબર શેકી લો
– હવે આ મિશ્રમમાં મેશ કરેલા બટાકા ઉમેરી દો
– બટાકા ઉમેર્યા બાદ તેમાં દહીં નાખીને 2 મિનિટ ગેસ ચાલું રાખઈ બરાબર ગરમ કરીલો, – તૈયાર છે બટાકાનું દહીં વાળું ફરાળઈ શાક જેને તમે મોરૈયા સાથે કે આમ જ પણ ખાઈ શકો છો.