કિચન ટિપ્સઃ- બ્રેડમાંથી બનાવો આ સરસ મજાની અને ઓછી સમાગ્રીમાં બનતી ઈન્સ્ટન્ટ સ્વિડ ડિશ,
સાહિન મુલતાનીઃ-
આપણામાંથી ઘણા લોકોને સ્વિટ ખાવું પસંદ હોય છે ,જો કેકેટલીક વસ્તુ તાત્કાલિક બનતી નથી, તો કેટલીક વસ્તુઓ બહાર લેવા જવી પડે છએ પણ આજે જે સ્વિટની વાત કરીશું તે તમે બ્રેડ અને ઘરની બેઝિક સામગ્રીમાંથી બનાવી શકશો, અને ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી તો હશે જ તોચાલો જાણીએ આ બ્રેડમાંથી બનતા શીરાની સૌથી ઈઝી રેસિપી વિશે.
સામગ્રી
- 10 નંગ – બ્રેડ
- 4 ચમચી – દેશી ઘી
- 1 કપ – ખાંડ
- 500 ગ્રામ – દૂધ
- 2 કપ મિલ્ક પાવડર
- તમારી પસલંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ
સ્વિટ બનાવાની રીતઃ-
- સૌ પ્રથમ એક કઢાઈલો તેમાં ઘી ગરમ કરો
- હવે બ્રેડના નાના નાના ટૂકડાઓ કરી લો, આ ટૂકડાઓને ઘીમાં સાતચંળીને બ્રાઉન કરીલો
- હવે આ ટૂકડાઓ એક પ્લેટમાં સાઈડમાં કાઢીને બહાર રાખીદો
- હવે જે કઢાઈ હતી તેમાં દૂધને ગરમ કરવા રાખો, 10 મિનિટ સુધી ઘીમા તાપે દૂધ દરમ કરો ત્યાર બાદ તેમાં મિક્સ પાવડર અને ખાંડને મિક્સ કરીને ફરી 5 મિનિટ ગરમ કરીલો.
- હવે જે બ્રેડના ટૂકડાઓ કર્યા છે તેને એક પ્લેટમાં ગોઠવો અને પ્લેટની ઉપર મિલ્કપાવડર વાળું જે દૂધ તૈયાર કર્યું છે તેને બ્રેડ પર રેડો,
- હવે ઉપરથી તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ થી તેને સજાવી લો,જો તમે ઈચ્છો તો ટૂટીફૂટી પણ અને ચોકલેટ પણ છીણીને એડ કરી શકો છો.
- તૈયાર છે બ્રેડમિલ્ક જે બનાવામાં ઈઝી છે અને ખાવામાં ખૂબજ લઝીઝ પણ છે.