Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-હવે વરસતા વરસાદમાં બનાવો કાઠીયાવાડના જાણીતા આ  પટ્ટી ભજીયા 

Social Share

સાહીન મુલતાનીઃ-

સૌરાષ્ટ્રમાં જાવો એટલે પટ્ટીના ભજીયા તો ખાવા મળી જ જાય હનવે તમે વિચારતા હશો કે પટ્ટીના ભજીયા એટલે શું, તો ચાલો તમને જણાવું કે આ પટ્ટી ના ભજીયા એટલે કોઈ નવી વસ્તુ નથી,પટ્ટી એટલે કે મરચાના ભજીયા, પણ હા તેને બનાવાની રીત જરુરથી નવી છે. સામાન્ય ભજીયા કરતા આ ભજીયા ક્રિસ્પી હોય છે અને ખાવામામ ખૂબ જ ટેસ્ટી હોય છે.જેમાં લીબું ઉપરથી નીચોવીને ખાવામાં આવે છે સાથે કાચી ડુંગળી ખાવાની મજા જ કઈ ઓર છે.

 

સામગ્રી  

 સૌ પ્રથમ મરચાની પટ્ટીઓમાં લીબુંનો રસ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીદો હવે તેને 5 મિનિટ એમ જ રહેવાદો

 હવે 5 મિનિટ બાદ તેમાં અજમો, ઘાણાજીરુ પાવડર,વરિયાળી નાખીને બરાબર મિક્સ કરીલો, 

 હવે તેમાં બેસન એડ કરો, બેસન એટલું જ નાખવું કે જે મરચા પર ચોંટી શકે ગ્રેવી ન બનવી જોઈએ ,તોજ પટ્ટી ભજીયા ક્રિસ્પી થશે ,આ માટે જ્યારે બેસન નાખો ત્યારે એક એક ચમચી કરીને જ નાખવું જો ત્રણ ચમચીમાં મરચા પર કોટીન થી જાય તો પછી બેસન ન નાખવું,

 પાણી બિલકુલ પણ ન નાખવું કારણ કે લીબુંનો રસ અને મીઠાનુ જે પાણી હશે તેમાં જ બેસન ભળી જશે, 

 હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેમાં ભજીયાની પટ્ટીને છૂટ્ટી છૂટ્ટી પડે તે રીતે બ્રાઉન થાય ત્યા સુધી તળીલો, તૈયાર છે તમારા પટ્ટી ભજીયા જે ખાવામાં તીખા ખાટ્ટા અને સ્વાદિષ્ટ લાગશે.