Site icon Revoi.in

કિચન ટિપ્સઃ નવરાત્રીના ઉપવાસમાં બનાવો આ ફ્રુટડ્રિન્ક, સવારે નાસ્તામાં એક ગ્લાસ પીવાથી આખો દિવસ રહે છે એનર્જી

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ઉપવાસની સાથે-સાથે ગરબા પણ ગાતા હોય છે આવી સ્થિતિમાં શરીરમાં પુરતા પ્રમાણમાં એનર્જી મળી રહે તે ખૂબ જ જરુરી છે,સવારે નાસ્તામાં ઉપવાસ દરમિયાન જો ડ્રાયફ્રૂટથી ભરપુર હેલ્ઘી મિલ્ક ડ્રિન્ક પીવામાં આવે તો દિવસ દરમિયાન તમને પુરતી એનર્જી મળી રહે છે.

સામગ્રી

સૌ પ્રથમ દૂધમાં સાકર નાખીને દૂઘને ગરમ કરીલો

હવે કાજુ બદામને મિક્સરમાં ક્રશ કરીલો

ત્યાર બાદ કેળા અને એપલને પણ મિક્સરમાં ક્રશ કરીલો

હવે ગરમ કરેલા દૂઘમાં કાજુ બદામ એપલ અને કેળા મિક્સ કરીદો

ત્યાર બાદ અંજીરના નાના નાના ટૂકડાઓ કરીને તેને પણ દૂઘમાં એડ કરીલો

તૈયાર છે તમારું ડ્રાયફ્રૂટ મિલ્ક શેક સવારે નાસ્તામાં એક ગ્લાસ પીવાથી દિવસ દરમિયાન એનર્જી મળી રહે છે.